
Gujarat Accident News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં અરવલ્લી અને ભાવનગરમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બંને સ્થળો પર અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત નિપજ્યાં છે.
ભાવનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં ત્રણના મોત
ભાવનગર ધોલેરા નેશનલ હાઇવે એક્સપ્રેસ ઉપર સાંઢીડા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત થયા છે. બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બનાવ સ્થળ ઉપર ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનામાં અન્ય ઇજાગ્રસ્તો અને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે.
અરવલ્લી ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત
અરવલ્લી ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું હતું. અરવલ્લી જિલલામાં ભિલોડાના જેશીંગપુર ગામે ટેન્કર અને બાઈકનો અકસ્માત થયો હતો. ઉભા રહેલ પાણીના ટેન્કર સાથે બાઇક સવાર યુવક અથડાયો હતો જેમાં બાઇક સવાર યુવકનું મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.
મૃતક યુવક ખીલોડા ગામનો વતની હતો. અકસ્માતની જાણ થતાં ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવકનો મૃતદેહ પોસ્ટમોટર્મ અર્થે ખસેડાયો હતો. સમગ્ર મામલે ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લીમાં મોડાસા પાસે કાર ચાલકે બે બાઈકને અડફેટે લીધા
અરવલ્લીમાં મોડાસા બાયપાસ રોડ BAPS સ્વામિનારાયણ મંદિર પાસે અકસ્માત સર્જાયો છે જેમાં કાર ચાલક નબીરાએ બે બાઈકને અડફેટે લીધા હતા. બાઈકને અડફેટે લીધા બાદ કાર રોડ પર પલટી મારી ગઈ હતી. ઇજાગ્રસ્ત બાઈક ચાલકને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
કાર ચાલક અને કારમાં સવાર બે નબીરા નશામાં હોવાને લઇ લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થયા હતા.