- કાગળ પરના પંખી ટહુકયાં
વર્ષોથી આપણે એક વાત સાંભળતા જ આવ્યા છીએ કે, “એક એક સ્ત્રીના મનને તો ભગવાન પણ નથી સમજી શક્યા.”તો શું ખરેખર સ્ત્રીના મનને સમજવું આટલું અઘરું હશે કે ભગવાન જેવા ભગવાન પણ એના મનને ના સમજી શકે એવા અતિશયોક્તિવાળા શબ્દોનો ઉપયોગ કરવો પડે? આ વાક્ય કોણે અને ક્યારે લખ્યું હશે? શું આ કોઈ સ્ત્રી એ લખ્યું હશે કે સ્ત્રીના મનને સમજવું જ શું કરવા જોઈએ એવી માનસિકતા ધરાવતાં કોઈ વ્યક્તિ એ લખ્યું હશે? એવી ઘણી બધી વાતો, માન્યતાઓ, કહેવતો અને લોકવાયકાઓ છે કે જે ક્યારે, કોણે, કેમ અને કઈ જગ્યા એ કહી છે એના કોઈ પ્રમાણ આપણી પાસે ના હોવા છતાંય આપણે એને એટલે માની લઈયે છીએ કારણ કે આપણી દાદીની દાદીની દાદી એ આપણને સમજાવ્યું અને શીખવાડ્યું હતું.. જેમ કે વર્ષોથી સ્ત્રીઓને સમજાવવામાં આવ્યું છે કે ‘પતિ એટલે પરમેશ્વર’ પણ એમ ક્યારેય ના સમજાવ્યું કે એ પતિ જો દરરોજ દારૂ પીને આવતો હોય તો પણ પરમેશ્વર? એ પતિ જો રોજ મારઝુડ કરતો હોય તો પણ પરમેશ્વર? એ જ પતિ જો પરસ્ત્રી સાથે સંબંધ રાખતો હોય તો અને પત્નીને અવગણતો હોય તો પણ પરમેશ્વર? એ જ પતિ સ્ત્રીની ઓળખ, આત્મસન્માન, પ્રયાસો બધાને સાવ માટીમાં મળાવી દે તો પણ પરમેશ્વર? આપણને એક વસ્તુ બાળપણથી શીખવાડવામાં આવી પણ આ તો કોઈએ શીખવાડ્યું જ નહિ કે આવી પરિસ્થિતિ આવે તો પછી એને શું કહેવું? બસ આવું જ કંઈક છે..વર્ષોથી એવું કહી દીધું કે સ્ત્રી એટલે પૃથ્વી પરનું સૌથી જટિલ પ્રાણી એટલે થઇ ગયું પૂરું? તો શું ખરેખર સ્ત્રીઓ આટલી જટિલ હોય છે? શું ખરેખર સ્ત્રીઓને શું જોઈએ છે એ એમને જ ખબર નથી હોતી? શું ખરેખર સ્ત્રીઓ સૌથી વધારે કન્ફયુઝ હોય છે? ખરેખર શું સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ હોય છે? તો આજે આપણે પ્રયત્ન કરીએ એ શોધવાનો કે સમજવાનો કે આખરે સ્ત્રીઓને જોઈએ છે શું?
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.