તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં કૂતરું કરડવાથી હડકવા થયા બાદ રાજ્યકક્ષાના કબડ્ડી પ્લેયરનું મૃત્યુ થયું હતું. બીજી તરફ કેરળમાં કૂતરું કરડવાથી બે બાળકોએ જીવ ગુમાવ્યો હતો.ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દર વર્ષે શ્વાન કરડવાના 2.41 લાખથી વધુ કેસ સામે આવે છે. આમ દરરોજ સરેરાશ 700થી વધુ લોકો શ્વાન કરડવાની સમસ્યાનો શિકાર બને છે. કૂતરું કરડવાના કેસ મામલે ગુજરાત ટોપ 5 રાજ્યમાં આવે છે.

