TNPL 2025ની પાંચમી મેચ 8 જૂને ડિંડીગુલ ડ્રેગન્સ અને આઈડ્રીમ તિરુપ્પુર તમિઝન્સ વચ્ચે રમાઈ હતી. સાઈ કિશોરના નેતૃત્વ હેઠળના આઈડ્રીમ તિરુપ્પુર તમિઝન્સે આ મેચ 9 વિકેટથી જીતી હતી. આ મેચમાં, આઈડ્રીમ તિરુપ્પુર તમિઝન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેના માટે યોગ્ય સાબિત થયો.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા, રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ના નેતૃત્વ હેઠળની ડિંડીગુલ ડ્રેગન્સની ટીમ 20 ઓવર પણ નહતી રમી શકી અને 93 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
કેપ્ટન અશ્વિન પણ ફક્ત 18 રન જ બનાવી શક્યો હતો. જ્યારે અશ્વિન (Ashwin) મેચમાં આઉટ થયો ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગુસ્સે થઈને મહિલા અમ્પાયર સાથે દલીલ કરતો પણ જોવા મળી રહ્યો છે.
અશ્વિન ગુસ્સે ભરાયો, TNPL મેચમાં મહિલા અમ્પાયર સાથે દલીલ કરી
IPL 2025માં CSK ટીમના નિરાશાજનક પ્રદર્શન પછી અશ્વિન (Ashwin) TNPLમાં પાછો ફર્યો છે. જ્યાં તે TNPLની વર્તમાન સિઝનમાં ડિંડીગુલ ડ્રેગનનું નેતૃત્વ કરી રહ્યો છે. તેની ટીમે રવિવારે સાઈ કિશોરની આઈડ્રીમ તિરુપ્પુર તમિઝન્સ સામે મેચ રમી હતી.
મેચમાં પહેલા બેટિંગ કરવા આવેલા અશ્વિન (Ashwin) વિરોધી ટીમના કેપ્ટન સાઈ કિશનનો શિકાર બન્યો હતો. તે ફક્ત 18 રન જ બનાવી શક્યો હતો. અશ્વિન ઈનિંગની 5મી ઓવરના પાંચમા બોલ પર LBW આઉટ થયો હતો. તે અમ્પાયરના આ નિર્ણયથી ખુશ ન લાગ્યો અને મેદાનની વચ્ચે મહિલા અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો.
અશ્વિન (Ashwin) ને લાગ્યું કે બોલ લેગ સ્ટમ્પની બહાર પિચ થયો હતો. તે તરત જ અમ્પાયર પાસે ગયો અને પોતાનો મુદ્દો મૂકવા લાગ્યો. જોકે, તેના મુદ્દાથી નિર્ણય બદલાયો નહીં. અશ્વિન એટલો ગુસ્સે હતો કે તેણે પવેલિયન તરફ જતી વખતે પોતાનું બેટ પેડ પર મારી દીધું .
અશ્વિન (Ashwin) ની ટીમ તરફથી શિવમ સિંહ એકમાત્ર ખેલાડી હતો જે 30 રન બનાવી શક્યો અને આઈડ્રીમ તિરુપ્પુર તમિઝાન્સ ટીમના બોલરોએ ડિંડીગુલ ડ્રેગન્સની ટીમને 16.2 ઓવરમાં 93 રનમાં ઓલઆઉટ કરી દીધી. ઈસાકિમુથુ એ સૌથી વધુ વિકેટ (4) લીધી. તેના સિવાય, સાઈ કિશોરે બે અને એમ મતિવન્નને 3 વિકેટ લીધી હતી.
સાઈ કિશોરની ટીમે 49 બોલ બાકી રહેતા જીત મેળવી
94 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, આઈડ્રીમ તિરુપ્પુર તમિઝાન્સ ટીમના વિકેટકીપર બેટ્સમેન તુષાર રહેજાએ અણનમ 65 રન બનાવ્યા. તેની ઈનિંગની મદદથી, ટીમ સરળતાથી જી ગઈ. સાઈ કિશોરની ટીમે 49 બોલ બાકી રહેતા 9 વિકેટથી મેચ જીતી હતી.