
આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલ (KL Rahul) ના ઘરે ખુશીઓ આવી છે. આથિયા (Athiya Shetty) એ 24 માર્ચે દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ પછી, દરેક વ્યક્તિ આથિયા અને કેએલ રાહુલને અભિનંદન આપી રહી છે. લોકો તેમની દીકરીનું નામ જાણવા અને તેની ઝલક જોવા માટે ઉત્સુક હતા. ત્યારે આજે (18 એપ્રિલ) કેએલ રાહુલના જન્મદિવસ પર કપલે તેમની દીકરીનું નામ જણાવ્યું છે, સાથે જ તેની ઝલક પણ બતાવી છે.
કેએલ રાહુલ (KL Rahul) એ સોશિયલ મીડિયા પર તેની પુત્રી અને પત્ની આથિયા (Athiya Shetty) સાથેનો એક ફોટો શેર કર્યો છે. ફોટામાં તેમની દીકરી રાહુલના ખભા પર સૂતી જોવા મળે છે. તેનો ચહેરો હજુ સુધી નથી બતાવવામાં આવ્યો. પરંતુ તેનું નામ જરૂર જણાવ્યું છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, "અમારી બાળકી, અમારું બધું, ઈવારા - ભગવાનની ભેટ."
અનુષ્કા શર્માએ પ્રતિક્રિયા આપી
કેએલ રાહુલની પોસ્ટ પર ઘણા બોલિવૂડ સેલેબ્સ કમેન્ટ કરી રહ્યા છે. બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સૌપ્રથમ કમેન્ટ કરી હતી. તેણે ફોટા પર હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યું છે. મલાઈકા અરોરાએ હાર્ટ અને ઈવિલ આઈના ઈમોજી પોસ્ટ કર્યા છે. આ દરમિયાન, સાઉથ ક્વીન સામંથા રૂથ પ્રભુએ પણ ઘણા બધા હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યા છે. એક ચાહકે લખ્યું, "નામ ખૂબ જ સુંદર છે સર."
કેએલ રાહુલની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. થોડીવારમાં જ લાખો લોકોએ તેને લાઈક કરીછે. કેએલ રાહુલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને તેણે પોતાના જન્મદિવસ પર જ ફેન્સને આ સરપ્રાઈઝ આપી છે. તેની પોસ્ટ પર ઘણા લોકો તેને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન વર્ષ 2023માં થયા હતા.