
ભારતમાં SUVની માંગ સતત ઝડપથી વધી રહી છે, પરંતુ જૂન 2025ના વેચાણ અહેવાલમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કેટલાક મનપસંદ મોડેલોએ પોતાનું સ્થાન ગુમાવ્યું જ્યારે કેટલાકે શાનદાર વાપસી કરી. અહીં જાણો ટોપ-10 SUVની આ યાદીમાં કોણ જીત્યું અને કોને મોટો ઝટકો લાગ્યો.
હ્યુન્ડાઇ ક્રેટા ફરી લોકોની પહેલી પસંદ બની
હ્યુન્ડાઇની ક્રેટાએ જૂનમાં 15,786 યુનિટના વેચાણ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું. જોકે, ગયા વર્ષની સરખામણીમાં આ 3%નો ઘટાડો છે. આમ છતાં ક્રેટા હજુ પણ મધ્યમ કદના SUV સેગમેન્ટમાં સૌથી મજબૂત પકડ ધરાવે છે.
2-મારુતિ બ્રેઝાના વેચાણમાં 10 ટકાનો વધારો
મારુતિ બ્રેઝાએ સારું પ્રદર્શન કર્યું અને 14,507 યુનિટ વેચ્યા. આ વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો છે, જે આ SUVને સીધા બીજા સ્થાને લઈ જાય છે.
3-મહિન્દ્રા સ્કોર્પિયોએ જોરદાર વાપસી કરી
મહિન્દ્રા સ્કોર્પિયોએ પણ સારું પ્રદર્શન કર્યું અને 12,740 યુનિટ વેચ્યા. આ ગયા વર્ષ કરતા 4 ટકા વધુ છે. ક્લાસિક અને N વર્ઝનની સંયુક્ત તાકાતે તેને ત્રીજું સ્થાન આપ્યું.
4- ટાટા નેક્સનના વેચાણમાં 4 ટકાનો ઘટાડો
એક સમયે નંબર વન એસયુવી ગણાતી નેક્સનને આ વખતે 11,602 યુનિટ સાથે ચોથા સ્થાને સંતોષ માનવો પડ્યો. તેના વેચાણમાં ૪ ટકાનો ઘટાડો થયો છે, જે ટાટા માટે ચિંતાનો વિષય બની શકે છે.
5- ટાટા પંચના વેચાણમાં 43 ટકાનો ઘટાડો
સૌથી આશ્ચર્યજનક નામ ટાટા પંચ હતું. જૂન 2024માં શાનદાર વેચાણ થયેલી આ એસયુવી આ વખતે માત્ર 10,446 યુનિટ જ વેચી શકી. એટલે કે, ૪૩ ટકાનો સીધો ઘટાડો અને પાંચમા સ્થાને સરકી ગઈ.
ટોચની 10 SUV વેચાણ યાદી
ક્રમ | SUV મોડલ | જૂન 2025 વેચાણ | જૂન 2024 વેચાણ | ગ્રોથ (%) |
---|---|---|---|---|
1 | હ્યુન્ડાઇ ક્રેટા | 15,786 | 16,293 | -3% |
2 | મારુતિ બ્રેઝા | 14,507 | 13,172 | +10% |
3 | મહિન્દ્રા સ્કોર્પિયો | 12,740 | 12,307 | +4% |
4 | ટાટા નેક્સન | 11,602 | 12,066 | -4% |
5 | ટાટા પંચ | 10,446 | 18,238 | -43% |
6 | મારુતિ ફ્રોન્ક્સ | 9,815 | 9,688 | +1% |
7 | મહિન્દ્રા થાર | 9,542 | 5,376 | +77% |
8 | ટોયોટા હાઇરાઇડર | 7,462 | 4,275 | +75% |
9 | મહિન્દ્રા XUV 3XO | 7,089 | 8,500 | -17% |
10 | હ્યુન્ડાઇ વેન્યૂ | 6,858 | 9,890 | -31% |