Home / Auto-Tech : Will run up to 142 km on a full charge

Auto News: હીરોનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, ફુલ ચાર્જ પર ચાલશે 142 કિમી સુધી 

Auto News: હીરોનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, ફુલ ચાર્જ પર ચાલશે 142 કિમી સુધી 

હીરો મોટોકોર્પના ઇલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ વિડાએ તેનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેનું નામ વિડા VX2 રાખ્યું છે. કંપનીના દાવા મુજબ, તે ફુલ ચાર્જ પર 142 કિમી સુધી ચાલશે. ખાસ વાત એ છે કે તેને બેટરી રેન્ટલ પ્રોગ્રામ 'બેટરી એઝ અ સર્વિસ' (BAAS) સાથે રજૂ કરવામાં આવ્યું છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 99,490 રૂપિયા છે. તેમજ BAAS પ્રોગ્રામ (બેટરી કિંમત શામેલ નથી) સાથે તેની શરૂઆતની કિંમત ફક્ત 59,490 રૂપિયા છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર TVS iQube, Bajaj Chetak, Ola S1 અને Ather Riztaને ટક્કર આપશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બેટરી એઝ અ સર્વિસ (BAAS) એ બેટરી રેન્ટલ પ્રોગ્રામ છે. તેની શરૂઆત સૌપ્રથમ MG મોટર ઇન્ડિયા દ્વારા વિન્ડસર EV સાથે કરવામાં આવી હતી. આમાં તમને બેટરી વપરાશ (પ્રતિ કિલોમીટર) અનુસાર ચાર્જ કરવામાં આવે છે. કંપની કહે છે કે જો તમે બેટરી રેન્ટલ પ્રોગ્રામ સાથે VX2 ખરીદો છો, તો તમારે 96 પૈસા/કિલોમીટર ચાર્જ ચૂકવવો પડશે. જો બેટરીનું પ્રદર્શન 70 ટકા ઘટે છે, તો કંપની તેને મફતમાં બદલશે. તેની ડિલિવરી ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે.

Vida VX2ના ફીચર્સ 

આ સ્કૂટરની ડિઝાઇન વિશે વાત કરીએ તો, તે મોર્ડન, પ્રેક્ટિકલ અને ફેમિલી-ફેન્ડ્રલી છે, જે તેને શહેરના રાઇડર્સ અને ઘર વપરાશ માટે યોગ્ય બનાવે છે. આ ઇ-સ્કૂટર EICMA-2024માં રજૂ કરાયેલ Vida Z કોન્સેપ્ટનું પ્રોડક્શન વર્ઝન છે. તે Vida V2 જેવું જ છે. તમે તેને 7 રંગ વિકલ્પો Nexus Blue, Matte White, Orange, Matte Lime, Pearl Black અને Pearl Red માં ખરીદી શકશો. મેટાલિક ગ્રે અને Orange ફક્ત Plus વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ હશે.

તેમાં બંને બાજુ 12-ઇંચના એલોય વ્હીલ્સ છે. સલામતી માટે, તેમાં ડ્યુઅલ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં એડજસ્ટેબલ સિંગલ મોનોશોક શોષક છે. બ્રેકિંગ માટે, Plus વેરિઅન્ટમાં આગળ ડિસ્ક બ્રેક્સ અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક્સ છે. Go વેરિઅન્ટમાં બંને બાજુ ડ્રમ બ્રેક્સ છે. Plus વેરિઅન્ટમાં 27.2-લિટર અંડર-સીટ સ્પેસ છે અને Go માં 33.2-લિટર સ્પેસ છે.

LED હેડલેમ્પ, LED ટેલલાઇટ અને LED DRL ઇલેક્ટ્રિક સ્કૂટરને પ્રીમિયમ લુક આપે છે. પર્ફોર્મન્સ માટે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ મોટર છે, જે 6kWh પાવર અને 25Nm ટોર્ક જનરેટ કરે છે. પ્લસ વેરિયન્ટમાં 3 રાઇડ મોડ છે - ઇકો, રાઇડ અને સ્પોર્ટ્સ મળે છે. બીજી તરફ ગોમાં સ્પોર્ટ્સ મોડ નથી. તે ફક્ત 4.2 સેકન્ડમાં 0 થી 40kmphની ઝડપ પકડી શકે છે. બીજી તરફ પ્લસ 3.1 સેકન્ડ લે છે. તેની ટોપ સ્પીડ 80kmph છે.

 

Related News

Icon