દેશના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટાએ 84 લાખ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો છે. કંપનીનું કહેવું છે કે, તેમના પ્લેટફોર્મનો ઉપયોગ સ્કેમ માટે કરવામાં આવી રહ્યો હતો જેથી કરીને કંપનીએ આ શંકાસ્પદ એકાઉન્ટ બેન કરી દીધાં છે. વોટ્સએપને ઘણાં યુઝર્સે આ પ્રકારના સ્કેમની જાણકારી આપી હતી અને પ્લેટફોર્મ પર આ પ્રકારની ફરિયાદ મળી રહી હતી.

