એરટેલ અને એમેઝોને મળીને સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. સેટ ટોપ બોક્સ ધરાવતા ડિજિટલ ટીવી યુઝર્સને આનો મોટો ફાયદો મળવાનો છે. આ પ્લાનમાં યુઝર્સને 350 લાઈવ ટીવી ચેનલો તેમજ એમેઝોન પ્રાઇમ વીડિયોનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. યુઝર્સ પ્રાઇમ વીડિયો પર તેમની મનપસંદ વેબ સિરીઝ અને મૂવીઝ જોઈ શકશે. આ સિવાય યુઝર્સને એમેઝોન પ્રાઇમમાં ઉપલબ્ધ અન્ય લાભોનો લાભ પણ મળશે જેમ કે ફ્રી વન ડે ડિલિવરી અને સેલની અર્લી એક્સેસ, એમેઝોન મ્યુઝિક વગેરે.

