Home / Auto-Tech : Apple Intelligence launched in India with these Feature

એપલ યુઝર્સ માટે ખુશખબર! આઈફોનમાં પણ આવ્યું ઘિબલી ઈફેક્ટ ફીચર, ભારતમાં લોન્ચ થયું Apple Intelligence

એપલ યુઝર્સ માટે ખુશખબર! આઈફોનમાં પણ આવ્યું ઘિબલી ઈફેક્ટ ફીચર, ભારતમાં લોન્ચ થયું Apple Intelligence

એપલ દ્વારા હાલમાં જ ભારતમાં એપલ ઇન્ટેલિજન્સને લોન્ચ કરવામાં આવ્યું છે. તેની સાથે માર્કેટમાં ટકી રહેવા માટે એપલ દ્વારા ઘિબલી ઈફેક્ટ ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ચેટજીપીટી દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ ફીચર દુનિયાભરમાં ખૂબ જ ટ્રેન્ડમાં આવી ગયું છે. ત્યારબાદ ગ્રોક સહિત અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ એ ફીચર આવી ગયું હતું. આ રેસમાં પાછળ ન રહી જાય એ માટે એપલ દ્વારા પણ હવે તેને લોન્ચ કરવામાં આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફીચર માટે અપડેટ કરવું જરૂરી

એપલ દ્વારા આઈફોન અને આઈપેડ માટે 18.4 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. મેક માટે 15.4 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. એપલના M ચીપ ધરાવતા મેકમાં આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. આઈફોનમાં 15 પ્રો અને 15 પ્રો મેક્સ બાદના તમામ વર્ઝનમાં આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. જોકે, આ માટે ઓપરેટિંગ સિસ્ટમ 18.4 અપડેટ કરવી જરૂરી છે.

ટૂલ્સમાં કરવામાં આવ્યા બદલાવ

એપલ ઇન્ટેલિજન્સમાં હાલમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે, જેમાં રાઈટિંગ ટૂલ અને ફોટો મેનેજમેન્ટનો પણ સમાવેશ થાય છે. રાઈટિંગ ટૂલની મદદથી યુઝર ફરીથી લખી શકે છે, ભૂલો સુધારી શકે છે અને સંક્ષેપમાં લખી શકે છે. આ ટૂલને મેલ, મેસેજ, નોટ્સ અને થર્ડ-પાર્ટી એપ્સમાં ઉપયોગ કરી શકાશે. આ સાથે જ યુઝર જેવું લખવામાં આવ્યું છે, તે માટે પ્રોફેશનલ ભાષા અથવા ફ્રેન્ડલી ભાષાનો પણ ઉપયોગ કરી શકશે. ફોટો એપ્સમાં ક્લીનઅપ ટૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂલની મદદથી ફોટોમાંથી કોઈપણ વસ્તુ કાઢી શકાય છે. આ ફીચરને પણ વધુ એડ્વાન્સ બનાવવામાં આવ્યું છે.

વિઝ્યુઅલ ટૂલ અને કોલ મેનેજમેન્ટ

એપલ ઇન્ટેલિજન્સનો સમાવેશ ફોટો એપમાં પણ કરવામાં આવ્યો છે. ફોટો એપમાં મેમરી ક્રિએશન નામનું ફીચર છે, જે ફોટોનો ઉપયોગ કરીને વીડિયો બનાવવા માટે ઉપયોગી છે. જોકે હવે તેમાં ચોક્કસ ટેક્સ્ટ દ્વારા એપલ ઇન્ટેલિજન્સને કમાન્ડ આપીને યોગ્ય વીડિયો બનાવી શકાશે. એપલ ઇન્ટેલિજન્સમાં ઇમેજ પ્લેગ્રાઉન્ડ ફીચર પણ છે. આ ફીચરની મદદથી હવે વિવિધ સ્ટાઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા તેમાં ઇલસ્ટ્રેશન અને એનિમેશન સ્ટાઇલ હતી, પરંતુ હવે સ્કેચ સહિત અન્ય સ્ટાઇલનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈપણ આઇફોન યુઝર્સ પ્લેગ્રાઉન્ડ ફીચરની મદદથી સ્ટુડિયો ઘિબલી સ્ટાઇલના ફોટોને બનાવી શકશે. યુઝર્સ હવે તેના ફ્રેન્ડ અને ફેમિલી જેવા દેખાતા લોકોનું ઈમોજી પણ બનાવી શકશે. નોટ્સ અને ફોન એપ્સમાં કોલ રેકોર્ડિંગ, ટ્રાન્સક્રિપ્શન અને સમરીઝ કરવા માટેનું ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે.

પ્રાઈવસીને પ્રાધાન્ય

એપલ ઇન્ટેલિજન્સને પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. મોટાભાગનું કામ આઇફોનમાં થાય છે, એટલે કે તે માટે તમામ ડેટા આઇફોનમાં જ સ્ટોર થાય છે. આઇપેડ અને મેકનો ઉપયોગ કરતા હોય તો ડેટા તેમાં જ સ્ટોર થાય છે અને તમામ પ્રોસેસ તેમાં જ થાય છે. કોઈ કામ એવું હોય, જે માટે મોટા મોડલ અથવા વધુ પ્રોસેસિંગ પાવરની જરૂર હોય, તો તે માટે પ્રાઈવેટ ક્લાઉડ કમ્યુટ મોડલનો ઉપયોગ થાય છે. તેને પણ એટલું સિક્યુર રાખવામાં આવ્યું છે કે કોઈપણ ડેટા સ્ટોર નથી થતો. હાલમાં ચેટજીપીટી અને ગ્રોકનો ઉપયોગ કરવાને કારણે ઘણી પ્રાઈવસીને લગતા સવાલ ઉઠી રહ્યાં છે. જોકે એપલ ઇન્ટેલિજન્સમાં એ મુદ્દો ચર્ચાનો વિષય નથી.

Related News

Icon