BSNL તેના 4G નેટવર્કને સતત વિસ્તારી રહ્યું છે. સરકારી ટેલિકોમ કંપની તેના નેટવર્ક વિસ્તરણ અને સસ્તા પ્લાનને કારણે ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને જિયોને સખત ટક્કર આપી રહ્યું છે. BSNLએ તાજેતરમાં દેશભરમાં 50 હજારથી વધુ 4G મોબાઈલ ટાવર લગાવ્યા છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઘણી વખત કહ્યું છે કે આવતા વર્ષે જૂન સુધીમાં BSNL સમગ્ર દેશમાં એક લાખ 4G/5G મોબાઈલ ટાવર લગાવશે. આવી સ્થિતિમાં યુઝર્સને આવનારા થોડા મહિનામાં જબરદસ્ત કનેક્ટિવિટી મળવાની છે.

