Home / Auto-Tech : Don't open the wedding card sent on WhatsApp.

WhatsApp પર મોકલેલું લગ્ન કાર્ડ ન ખોલો, ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ!

WhatsApp પર મોકલેલું લગ્ન કાર્ડ ન ખોલો, ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ!

જેમ જેમ ડિજિટલ દુનિયા આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની રહી છે, તેમ તેમ સાયબર ફ્રોડની નવી રીત સામે આવી રહી છે. આવી જ એક નવી અને ખતરનાક પદ્ધતિ છે વોટ્સએપ વેડિંગ કાર્ડ સ્કેમ, જેમાં યુઝર્સને લગ્નના આમંત્રણના નામે ફસાવવામાં આવે છે. અહીં જાણો તેનાથી કેવી રીતે સુરક્ષિત રહેવું...

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ સ્કેમમાં છેતરપિંડી કરનારાઓ નકલી ડિજિટલ લગ્ન કાર્ડ બનાવીને તેને WhatsApp મેસેજ તરીકે મોકલે છે. સામાન્ય રીતે આ મેસેજ કોઈ જાણીતા વ્યક્તિના નામે આવે છે, જેનાથી લોકો એવું વિચારે છે કે આ તેના કોઈ નજીકના વ્યક્તિના લગ્નનું આમંત્રણ છે. યૂઝર તે લિંક પર ક્લિક કરે છે, સાથે જ કાં તો તે નકલી વેબસાઇટ પર પહોંચી જાય છે જે તેના ફોનમાંથી વ્યક્તિગત માહિતી ચોરી શકે છે, અથવા તેના ફોનમાં માલવેર ડાઉનલોડ થઈ જાય છે. ઉપરાંત ઘણી વખત કાર્ડ એક APK ફાઇલ હોય છે અને ફોનમાં એપની જેમ ઇન્સ્ટોલ થાય છે.

મોટું નુકસાન થઈ શકે છે

માલવેર ફોનને સંપૂર્ણપણે હેક કરી શકે છે - બેંકિંગ એપ્લિકેશનની માહિતી, પાસવર્ડ, વ્યક્તિગત ફોટા, બધું જ જોખમમાં મુકાઈ શકે છે. આવા સ્કેમની સૌથી ખતરનાક બાબત એ છે કે છેતરપિંડી સંપૂર્ણપણે ઘરેલું રીતે શરૂ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને તેના મિત્ર, સંબંધી અથવા જીવનસાથી તરફથી લગ્ન કાર્ડનો મેસેજ મળે છે, ત્યારે તે સ્વાભાવિક રીતે તેને ખોલવા માંગે છે.

ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે કોઈ વ્યક્તિ લિંક પર ક્લિક કરે છે અથવા APK ડાઉનલોડ કરે છે, તેનું બેંક ખાતું થોડીવારમાં ખાલી થઈ જાય છે અથવા ફોન સંપૂર્ણપણે હેંગ થઈ જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. સરકાર અને સાયબર સુરક્ષા એજન્સીઓએ સમયાંતરે આવા સ્કેમ સામે ચેતવણીઓ જારી કરી છે, પરંતુ તેમ છતાં લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે.

આ છે ખૂદને સુરક્ષિત રાખવાનો રસ્તો

ઘણા લોકો હજુ પણ જાણતા નથી કે લગ્ન કાર્ડમાં આપેલી લિંકનો ઉપયોગ કરીને પણ છેતરપિંડી થઈ શકે છે. આવી સ્થિતિમાં જો વોટ્સએપ પર લગ્ન કાર્ડનો મેસેજ આવે અને તે કોઈ અજાણ્યા નંબર પરથી મોકલવામાં આવે અથવા તેમાં કોઈ લિંક હોય, તો તેને ખોલતા પહેલા બે વાર વિચારો. શ્રેષ્ઠ રસ્તો એ છે કે સંબંધિત વ્યક્તિને ફોન કરીને પુષ્ટિ કરો. આ ઉપરાંત ફોનમાં વિશ્વસનીય એન્ટી-વાયરસ એપનો ઉપયોગ કરો અને તમારા ડેટાનો બેકઅપ લેતા રહો.

Related News

Icon