
ભારત સરકારના ટેલિકોમ વિભાગે બોગસ કે નકલી સિમ કાર્ડ બ્લોક કરવા માટે એક નવી સેવા શરૂ કરી છે, જેના દ્વારા નકલી સિમ કાર્ડ ઓળખી કાઢવામાં આવશે અને AI દ્વારા બ્લોક કરવામાં આવશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
જેટલી ઝડપથી ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, તેટલી જ ઝડપથી સાયબર ગુના પણ વધી રહ્યા છે. લોકો નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઈન લોકોને છેતરપિંડી કરી રહ્યા છે. આને ઘટાડવા માટે સરકારે અત્યાર સુધીમાં ઘણા મોટા પગલાં લીધા છે. બીજી તરફ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (ડીઓટી) એ પણ સાયબર ગુના ઘટાડવા માટે ઘણા મોટા પગલાં લીધાં છે. હવે ડીઓટીએ નકલી સિમ કાર્ડ બ્લોક કરવા માટે એક નવી સેવા શરૂ કરી છે, જેના દ્વારા નકલી સિમ કાર્ડ ઓળખી કાઢવામાં આવશે અને એઆઇ દ્વારા બ્લોક કરવામાં આવશે. ટેલિકોમ વિભાગે આ વાતની માહિતી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર આપી છે.
ટેલિકોમ વિભાગ હવે નકલી સિમ કાર્ડ ઓળખવા અને બ્લોક કરવા માટે એઆઇ શીલ્ડનો ઉપયોગ કરશે. X પર પોસ્ટ કરતા, ડીઓટીએ જણાવ્યું હતું કે હવે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખરીદેલા સિમ કાર્ડનો ઉપયોગ બંધ કરવામાં આવશે અને આનો સામનો કરવા માટે, ડીઓટીએ ASTR વિકસાવ્યું છે, જે નકલી સિમ કાર્ડ ઓળખશે અને તેમને બ્લોક કરશે. સિમ છેતરપિંડી સામે આ ભારતનું એઆઇ કવચ છે. ટેલિકોમ્યુનિકેશન તેની પોસ્ટમાં આગળ લખ્યું છે કે "ASTR ભારતના ટેલિકોમ ઇકોસિસ્ટમને સુરક્ષિત, સ્માર્ટ અને છેતરપિંડી પ્રતિરોધક બનાવશે." તે ફક્ત ટેકનોલોજી નથી. તે વિશ્વાસ, પારદર્શિતા અને કાર્યમાં સુરક્ષા છે."
આર્ટિફેશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ASTR શું છે?
ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા અનુસાર, ASTR એ એક સાધન છે જે એઆઇ દ્વારા ચહેરાની ઓળખ પર આધારિત ઉકેલથી એટલે કે ફેસ રિકોગ્નિઝેશન આધારિત સોલ્યુશનથી સજ્જ છે. આમાં, ટેલિકોમ સબ્સ્ક્રાઇબરને વપરાશકર્તા એટલે કે સીમકાર્ડ વાપરનારા ગ્રાહકોના ચહેરાના વેરિફિકેશન દ્વારા ચકાસવામાં આવશે, જે નકલી સિમ કાર્ડ પકડી પાડશે અને સાયબર છેતરપિંડી અટકાવી શકાય છે. જો કોઈએ નકલી દસ્તાવેજો દ્વારા જારી કરાયેલ સિમ કાર્ડ મેળવ્યું હોય, તો એઆઇ આધારિત ફેસ રેકગ્નિશન ફીચર દસ્તાવેજની ચકાસણી કરશે. જો દસ્તાવેજની ચકાસણી નહીં થાય, તો સિમ કાર્ડ બ્લોક કરવામાં આવશે.