Home / Auto-Tech : Oppo Reno 14 series enters India

Tech News : Oppoએ ભારતમાં બે જબરદસ્ત 5G ફોન કર્યા લોન્ચ, સ્માર્ટફોન છે વોટર અને ડસ્ટ પ્રૂફ 

Tech News : Oppoએ ભારતમાં બે જબરદસ્ત 5G ફોન કર્યા લોન્ચ, સ્માર્ટફોન છે વોટર અને ડસ્ટ પ્રૂફ 

Oppo Reno 14 સિરીઝ ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ચીની બ્રાન્ડના આ બંને ફોન શક્તિશાળી બેટરી અને જબરદસ્ત કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કંપનીએ ભારતમાં Oppo Pad SE પણ લોન્ચ કર્યું છે, જેમાં 9340mAh બેટરી સહિત ઘણા શક્તિશાળી ફીચર્સ હશે. Oppoના આ બંને ફોન iPhone 16 Pro જેવા દેખાય છે. ફોનમાં 6,200mAh સુધીની બેટરી, 50MP કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Oppo Reno 14 અને Reno 14 Proની કિંમત

Oppoના આ બંને ફોન 12GB RAM અને 512GB સુધી સ્ટોરેજ સાથે આવે છે. બેઝ મોડેલ ત્રણ સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે - 8GB RAM + 256GB, 12GB RAM + 256GB અને 12GB RAM + 512GB. તેમજ Pro મોડેલ બે સ્ટોરેજ વેરિયન્ટ 12GB RAM + 256GB અને 12GB RAM + 512GBમાં આવે છે. Reno 14ની શરૂઆતની કિંમત 37,999 રૂપિયા છે. તેમજ તેનું Pro મોડેલ 49,999 રૂપિયાની શરૂઆતની કિંમતે આવે છે.

Oppo Reno 14

8GB RAM + 256GB - 37,999 રૂપિયા
12GB RAM + 256GB - 39,999 રૂપિયા
12GB RAM + 512GB - 42,999 રૂપિયા

Oppo Reno 14 Pro

12GB RAM + 256GB - 49,999 રૂપિયા
12GB RAM + 512GB - 54,999 રૂપિયા

આ બંને ફોનનું વેચાણ 8 જુલાઈથી ઈ-કોમર્સ વેબસાઇટ્સ એમેઝોન, ફ્લિપકાર્ટ, તેમજ કંપનીની સત્તાવાર વેબસાઇટ તેમજ લીડિંગ ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પર શરૂ થશે. કંપની ફોનની ખરીદી પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક આપી રહી છે. આ ઉપરાંત 5,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ થશે. ઉપરાંત Jio યૂઝર્સને 180 દિવસનું મફત સ્ક્રીન રિપ્લેસમેન્ટ, 3 મહિનાનું Google One સબ્સ્ક્રિપ્શન અને 6 મહિના માટે 10 OTT એપ્સની ઍક્સેસ મળશે.

Oppo Reno 14 સીરિઝના ફીચર્સ

Oppoના આ બંને ફોન AMOLED ડિસ્પ્લે સાથે આવે છે, જે ફુલ એચડી પ્લસ રિઝોલ્યુશન અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i સાથે 120Hz હાઇ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. રેનો 14 માં  6.59 ઇંચની સ્ક્રીન હશે. તેમજ Reno 14માં 6.59 ઇંચની ડિસ્પ્લે છે. આ બંને ફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, IP69 વોટર અને ડસ્ટ પ્રૂફ રેટિંગ સાથે આવે છે.

રેનો14 સિરીઝના આ બંને ફોનમાં 12GB LPDDR5X રેમ અને 512GB સુધી યુએફએસ UFS 3.1નો સપોર્ટ છે. ફોનની મેમરી મેમરી કાર્ડ દ્વારા વધારી શકાય છે. Reno 14માં MediaTek Dimensity 8350 પ્રોસેસર મળશે. તેમજ તેનું પ્રો મોડેલ Dimensity 8450 પ્રોસેસર સાથે આવે છે. તેના બેઝ મોડેલમાં 6,000mAhની બેટરી અને 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળશે. પ્રો મોડેલમાં 6,200mAh બેટરી છે જેમાં 80W  વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ છે.

Oppo Reno 14 સિરીઝના બંને ફોન ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે. તેના બેઝ મોડેલમાં 50MP મેન, 8MP અલ્ટ્રા વાઇડ અને 50MP ટેલિફોટો કેમેરા હશે. તેમજ 50MP + 50MP + 50MPના ત્રણેય કેમેરા Pro મોડેલમાં ઉપલબ્ધ છે. આ બંને ફોનમાં સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 50MP કેમેરા છે. તે Android 15 પર આધારિત ColorOS 15 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં WiFi, Bluetooth 5.4, NFC, eSIM જેવા સપોર્ટ આપવામાં આવ્યા છે.

Related News

Icon