Home / Auto-Tech : Samsung Galaxy phone with 200MP camera gets a huge price cut

Tech News : 200MP કેમેરાવાળા Samsung Galaxyના આ ફોનની કિંમતમાં ભારે ઘટાડો, 50,000 રૂપિયા સુધી થયો સસ્તો

Tech News : 200MP કેમેરાવાળા Samsung Galaxyના આ ફોનની કિંમતમાં ભારે ઘટાડો, 50,000 રૂપિયા સુધી થયો સસ્તો

સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રાની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. AI ફીચર ધરાવતો આ સેમસંગ ફોન લોન્ચ કિંમતથી 50,000 રૂપિયાથી પણ ઓછી કિંમતે મળી રહ્યો છે. આ ઉપરાંત આ સેમસંગ ફોનની ખરીદી પર બેંક ડિસ્કાઉન્ટ અને ઑફર્સ પણ આપવામાં આવી રહી છે. સેમસંગે આ વર્ષે ગેલેક્સી S25 સિરીઝના લોન્ચ સાથે ફોનની કિંમતમાં ઘટાડો કર્યો હતો. આ પછી કંપનીએ ફરી એકવાર ફોનની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ સેમસંગ ફોન ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર બે સ્ટોરેજ વેરિયન્ટમાં લિસ્ટેડ છે - 12GB RAM + 256GB અને 12GB RAM + 512GB. આ ફોન 1,34,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. કિંમત ઘટાડા પછી આ ફોન 85,948 રૂપિયાની કિંમતે લિસ્ટેડ થયો છે. તેમજ તેનું ટોપ વેરિયન્ટ 1,44,999 રૂપિયાની કિંમતે લિસ્ટેડ થયો છે. તે હવે 99,499 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ફોનની ખરીદી પર 750 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે.

સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રાના ફીચર્સ

સેમસંગનો આ ફ્લેગશિપ ફોન 6.8-ઇંચ 2X ડાયનેમિક AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. આ ઉપરાંત ફોનમાં LTPO એટલે કે 120Hz હાઇ રિફ્રેશ રેટ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરનો સપોર્ટ પણ મળશે. સેમસંગે આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 Gen 3 અથવા Exynos 2400 પ્રોસેસર સાથે લોન્ચ કર્યો છે, જેમાં 12GB રેમ અને 1TB ઇન્ટરનલ સ્ટોરેજ સુધીનો સપોર્ટ મળશે. તેમાં 5000mAhની શક્તિશાળી બેટરી છે. આ સાથે 45W વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ ફીચર માટે સપોર્ટ ઉપલબ્ધ થશે.

આ ફોન એન્ડ્રોઇડ 14 પર આધારિત OneUI 6 પર કામ કરે છે, જેને લેટેસ્ટ OS સાથે અપગ્રેડ કરી શકાય છે. આ સ્માર્ટફોનમાં S-Pen સપોર્ટ આપવામાં આવ્યો છે. Galaxy S24 Ultraના પાછળના ભાગમાં ક્વાડ કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં 200MP મુખ્ય કેમેરા મળશે હશે. આ સાથે 50MP, 12MP અને 10MPના ત્રણ વધુ કેમેરા આપવામાં આવ્યા છે. ફોનનો પ્રાથમિક કેમેરા OIS એટલે કે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશનને સપોર્ટ કરશે. તેમાં સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 12MP કેમેરા છે.

Related News

Icon