
ઓછી કિંમતે અનલિમિટેડ ડેટા, ફ્રી કોલિંગ અને OTT એપ્સ આપીને તમને લાગશે કે ટેલિકોમ કંપનીઓ ખોટમાં ચાલી રહી હશે. પરંતુ સત્ય તેનાથી વિપરીત છે. સસ્તા રિચાર્જ હોવા છતાં દેશની મોટી ટેલિકોમ કંપનીઓ જેમ કે Jio, Airtel અને Vodafone Idea દર વર્ષે તેમના ખજાનામાં વધારો કરી રહી છે. સસ્તા પ્લાનથી યુઝર્સને લલચાવીને તેણે ન માત્ર કરોડો યુઝર્સ ઉમેર્યા, પરંતુ નફાની નવી ઊંચાઈઓ પણ પહોંચી.
15%ની મજબૂત વૃદ્ધિ
અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં ખાનગી ટેલિકોમ કંપનીઓના કુલ સેવા આવક (AGR)માં 15 ટકાનો વધારો નોંધાયો છે. Jio અને Airtel એ તેના વપરાશકર્તા આધાર અને પ્રીમિયમ યોજનાઓની મદદથી સારી કમાણી કરી, જ્યારે વોડાફોન આઈડિયાએ પણ તેની નબળી સ્થિતિ હોવા છતાં તેનો હિસ્સો જાળવી રાખ્યો છે.
સરેરાશ આવક પ્રતિ યૂઝર્સ (ARPU) ગેમ ચેન્જર બની
એરટેલ અને જિયો જેવી કંપનીઓએ તેના ગ્રાહકોને મોંઘા પોસ્ટપેઇડ અને ડેટા-હેવી પ્રીપેડ પ્લાન તરફ દોરી ગયા છે. આનાથી તેની સરેરાશ આવક પ્રતિ ગ્રાહક (ARPU) વધી છે. ઉદાહરણ તરીકે, જિયોનું ARPU લગભગ 182 રૂપિયા અને એરટેલનું 209 રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ઓછી કિંમતે વધું ડેટા છતાં પૈસા કેવી રીતે કમાવવા?
આ ટેલિકોમ કંપનીઓએ સસ્તા રિચાર્જ પેક ઓફર કરીને યૂઝર્સની સંખ્યા ઝડપથી વધારી પછી ધીમે ધીમે યોજનાઓ બદલી અને તેને વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. OTT બંડલ, ડેટા રોલઓવર, અનલિમિડીટ કોલિંગ જેવી સુવિધાઓએ ગ્રાહકોને આકર્ષ્યા અને કંપનીઓને વધુ કમાણી કરવાની તક આપી.
TRAIના આંકડા બતાવે છે વૃદ્ધિ
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના જણાવ્યા અનુસાર, માર્ચ 2024 સુધી કુલ AGR 2.3 લાખ રૂપિયા કરોડ હતો, જે ગયા વર્ષ કરતા ઘણો વધારે છે. આમાં ખાનગી કંપનીઓએ સૌથી મોટી ભૂમિકા ભજવી છે.
સસ્તા રિચાર્જ ભલે જ યૂઝર્સ માટે રાહત હોઈ, પરંતુ આ કંપનીઓ દ્વારા વધુ વપરાશકર્તાઓ ઉમેરવા, ડેટાની કિંમત વધારવા અને ધીમે ધીમે કિંમતો વધારવાની યોજના તેને દર ક્વાર્ટરમાં મોટો નફો આપી રહી છે.