Home / Auto-Tech : This 5G smartphone from Vivo has a large 6500mAh battery

Vivoના આ 5G સ્માર્ટફોનમાં 6500mAh મોટી બેટરી, ઓછી કિંમતના લાવો લેટેસ્ટ ફોન

Vivoના આ 5G સ્માર્ટફોનમાં 6500mAh મોટી બેટરી, ઓછી કિંમતના લાવો લેટેસ્ટ ફોન

Vivo એ આખરે ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન Vivo T4x 5G લોન્ચ કર્યો છે. Vivo T4x એ કંપનીનો એક નવો હેન્ડસેટ છે અને તેને Vivo T3x ના અપગ્રેડેડ વર્ઝન તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. Vivo ના આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 7300 ચિપસેટ, 6500mAh મોટી બેટરી, 256GB સુધી સ્ટોરેજ અને 50MP પ્રાઇમરી રીઅર કેમેરા જેવા ફીચર્સ છે. આ નવા Vivo હેન્ડસેટમાં શું ખાસ છે? જાણો કિંમત અને ફીચર્સ વિશેની દરેક વિગતો...

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Vivo T4x Price

Vivo T4Xના 6 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 13,999 રૂપિયા છે. 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલ 16,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ Vivo ફોનમાં 8GB સુધી વર્ચ્યુઅલ રેમ સપોર્ટ છે.

આ Vivo ફોન ફ્લિપકાર્ટ, Vivo ઇન્ડિયા ઇ-સ્ટોર અને બધા ભાગીદાર રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. રસ ધરાવતા ગ્રાહકો HDFC, SBI અને Axis Bank કાર્ડ દ્વારા 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

Vivo T4x Features, Specifications

Vivo T4X સ્માર્ટફોનને પાવર આપવા માટે 6500mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે બેટરીનો 50 ટકા ભાગ માત્ર 40 મિનિટમાં ચાર્જ થઈ જશે. Vivo T4xમાં 6.72-ઇંચની LCD સ્ક્રીન છે જે 2408 × 1080 પિક્સેલ રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે 1050 નિટ્સ હાઇ બ્રાઇટનેસ મોડ ઓફર કરે છે જ્યારે પિક્સેલ ડેન્સિટી 393 ppi છે. ફોનમાં TÜV Rheinland Eye Protection પણ આપવામાં આવ્યું છે.

આ Vivo સ્માર્ટફોનમાં 4nm ઓક્ટા-કોર MediaTek Dimensity 7300 ચિપસેટ છે. આ ડિવાઇસમાં 6GB/8GB RAM વિકલ્પો છે. ફોનમાં રેમ વર્ચ્યુઅલી 8GB સુધી વધારી શકાય છે. હેન્ડસેટમાં 128GB અને 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પો છે.

ફોટોગ્રાફી માટે, Vivo T4X સ્માર્ટફોનમાં 50MP AI પ્રાઇમરી રીઅર સેન્સર છે જેનું અપર્ચર F/1.8, EIS છે. ફોનમાં 2 મેગાપિક્સલનો બોકેહ સેન્સર પણ છે જેનું અપર્ચર f/2.4 છે. આ હેન્ડસેટમાં 8-મેગાપિક્સલનો HD સેલ્ફી સેન્સર છે જેનું અપર્ચર F/2.05 છે. આ Vivo સ્માર્ટફોન Android 15 આધારિત FunTouch OS 15 પર ચાલે છે. આ હેન્ડસેટને બે વર્ષ માટે એન્ડ્રોઇડ અપડેટ્સ અને ત્રણ વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ મળવાનું વચન આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી માટે Vivo T4xમાં Wi-Fi 6, Bluetooth 5.4, OTG, GPS, GLONASS, ડ્યુઅલ-સિમ સપોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં IP64 રેટિંગ, ફિંગરપ્રિન્ટ સેન્સર અને મિલિટરી ગ્રેડ શોક રેઝિસ્ટન્સ (MIL-STD-810H) રેટિંગ છે.

Related News

Icon