Home / Auto-Tech : This latest 5G phone from Samsung will last for 6 years

6 વર્ષ સુધી ચાલશે સેમસંગનો આ લેટેસ્ટ 5G ફોન, જાણો 5000mAh બેટરી અને 50MP કેમેરાવાળા ફોનની કિંમત

6 વર્ષ સુધી ચાલશે સેમસંગનો આ લેટેસ્ટ 5G ફોન, જાણો 5000mAh બેટરી અને 50MP કેમેરાવાળા ફોનની કિંમત

સેમસંગે ભારતમાં તેનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Galaxy F16 5G લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી F16 5G કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે અને તેમાં 128 GB ઇનબિલ્ટ સ્ટોરેજ, 5000mAh બેટરી અને 8GB રેમ જેવા ફીચર્સ છે. સેમસંગ ગેલેક્સી F16 5G સ્માર્ટફોનની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેમાં 6 વર્ષ માટે 6 એન્ડ્રોઇડ અપગ્રેડ અને સુરક્ષા અપડેટ મળશે. દક્ષિણ કોરિયન કંપની સેમસંગના આ ફોનમાં શું ખાસ છે? જાણો કિંમત અને ફીચર્સ અંગે વિગતવાર...

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Samsung Galaxy F16 5G price

સેમસંગ ગેલેક્સી F16 5Gના 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 12,499 રૂપિયા છે. 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 13,999 રૂપિયા છે અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 15,499 રૂપિયા છે. લોન્ચ ઓફર હેઠળ કંપની 1000 રૂપિયાનું બેંક કેશબેક આપી રહી છે.

ગેલેક્સી F16 5G સ્માર્ટફોન ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ હેન્ડસેટ ફ્લિપકાર્ટ, સેમસંગની વેબસાઇટ અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. ગેલેક્સી F16 5G વાઇબિંગ બ્લુ, ગ્લેમ ગ્રીન અને બ્લિંગ બ્લેક રંગોમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.

Samsung Galaxy F16 5G Features

Samsung Galaxy F16 5Gમાં 90 Hzના રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચ 1080 પિક્સેલ સુપર AMOLED ડિસ્પ્લે છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર છે. ગેલેક્સી F16 સ્માર્ટફોન 4GB RAM, 6GB RAM અને 8GB RAM વિકલ્પોમાં આવે છે. ફોનમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

ફોનને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ગેલેક્સી F16 5G ને 6 વર્ષના સોફ્ટવેર અપડેટ્સ અને 6 મુખ્ય OS અપગ્રેડની ગેરંટી મળશે. આ ફોન હાલમાં એન્ડ્રોઇડ 15 આધારિત OneUI 7 સાથે આવે છે.

ફોટોગ્રાફી માટે Galaxy F16 5Gમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. આ ડિવાઇસમાં 50-મેગાપિક્સલ વાઈડ, 5-મેગાપિક્સલ અલ્ટ્રા-વાઈડ અને 2-મેગાપિક્સલ મેક્રો સેન્સર છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે સેમસંગ ગેલેક્સી F16માં 13-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. કનેક્ટિવિટી માટે આ સેમસંગ ફોનમાં 5G, 4G, Wi-Fi, બ્લૂટૂથ, GPS અને USB ટાઇપ-C જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Related News

Icon