Home / Auto-Tech : This phone has become cheaper by Rs 9999

9999 રૂપિયા સસ્તો થયો આ ફોન, 19 ફેબ્રુઆરી સુધી ખરીદવાની તક

9999 રૂપિયા સસ્તો થયો આ ફોન, 19 ફેબ્રુઆરી સુધી ખરીદવાની તક

OMG એટલે કે Oh My Gadgets સેલ આજથી Flipkart પર શરૂ થઈ ગયો છે. 19 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સેલમાં સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમજ જો તમે શાનદાર કેમેરા સેટઅપવાળો ફોન શોધી રહ્યા છો, તો આ સેલમાં તમારા માટે એક શાનદાર ઓફર છે. અહીં તમને Oppo Find X8 Pro પર આપવામાં આવી રહેલી ડીલ વિશે જણાવશું, જેમાં ચાર 50-મેગાપિક્સલ રીઅર કેમેરા અને 32-મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. આ Oppo ફોન OMG સેલમાં 9,999 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

16 જીબી રેમ અને 512 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનની કિંમત 99,999 રૂપિયા છે. તમે તેને 5 ટકા કેશબેક સાથે પણ ખરીદી શકો છો. કેશબેક માટે તમારે ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડ દ્વારા ચુકવણી કરવી પડશે. જો તમે એક્સચેન્જ ઓફરમાં ફોન ખરીદો છો તો તમને 43,150 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. ધ્યાનમાં રાખો કે એક્સચેન્જ ઑફરમાં ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ તમારા જૂના ફોનની સ્થિતિ તેના બ્રાન્ડ અને કંપનીની એક્સચેન્જ પોલિસી પર આધારિત રહેશે.

Oppo Find X8 Pro ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

કંપની આ ફોનમાં 2780 x 1264 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.78-ઇંચ ડિસ્પ્લે આપી રહી છે. આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે અને તેનું પીક બ્રાઇટનેસ લેવલ 4500 nits છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે તમને ફોનમાં કોર્નિંગ ગોરિલા 7i પ્રોટેક્શન પણ મળશે. આ ફોન 16GB LPDDR5x રેમ અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજથી સજ્જ છે. પ્રોસેસર તરીકે કંપની આ ફોનમાં ડાયમેન્સિટી 9400 ચિપસેટ આપી રહી છે. ફોટોગ્રાફી માટે તમને આ ઓપ્પો ફોનમાં LED ફ્લેશ સાથે ચાર કેમેરા મળશે.

આમાં 50 મેગાપિક્સલનો મુખ્ય લેન્સ 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ, 50 મેગાપિક્સલનો ૩x પેરિસ્કોપ કેમેરા અને 120x ડિજિટલ ઝૂમ સાથે 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ કેમેરાનો સમાવેશ થાય છે. તેમજ સેલ્ફી માટે કંપની આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપી રહી છે. ફોનમાં આપવામાં આવેલી બેટરી 5910mAh છે. આ બેટરી 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં તમને 50 વોટનું વાયરલેસ ચાર્જિંગ પણ મળશે. બાયોમેટ્રિક સુરક્ષા માટે આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો, આ ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત કલરઓએસ 15 પર કામ કરે છે.

Related News

Icon