Home / Auto-Tech : This sedan is ruling the hearts of Indians news

આ સેડાન ભારતીયોના દિલ પર કરી રહી છે રાજ, સેગમેન્ટમાં નંબર 1

આ સેડાન ભારતીયોના દિલ પર કરી રહી છે રાજ, સેગમેન્ટમાં નંબર 1

સેડાન સેગમેન્ટમાં મારુતિ સુઝુકી ડિઝાયરનું વર્ચસ્વ ચાલુ છે. ખાસ કરીને નવા મોડેલના આગમન પછી તેની માંગમાં ભારે વધારો થયો છે. ગયા મહિને સેડાન સેગમેન્ટમાં ડિઝાયર નંબર 1 હતી. તેના 15,383 યુનિટ વેચાયા હતા. ટોપ-10ની યાદીમાં બીજી કોઈ સેડાન તેની નજીક પણ નહોતી આવી. આ સેડાનની યાદીમાં હ્યુન્ડાઇ, હોન્ડા, સ્કોડા અને ટાટાના મોડેલોનો પણ સમાવેશ થાય છે. ડિઝાયર મારુતિના પોર્ટફોલિયોમાં પહેલી કાર છે જેને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. ડિઝાયરની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 6.84 લાખ રૂપિયા છે. અહીં જાણો ટોચના 10 સેડાનની યાદી

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાન્યુઆરી 2025ના ટોપ-10 સેડાન વેચાણની વાત કરીએ તો, મારુતિ ડિઝાયરના 15,383 યુનિટ, હ્યુન્ડાઇ ઓરાના 5,388 યુનિટ, હોન્ડા અમેઝના 3,591 યુનિટ, ફોક્સવેગન વર્ટ્સના 1,795 યુનિટ, સ્કોડા સ્લેવિયાના 1,510 યુનિટ, ટાટા ટિગોરના 1,484 યુનિટ, હ્યુન્ડાઇ વર્નાના 1,477 યુનિટ, મારુતિ સિયાઝના 768 યુનિટ, હોન્ડા સિટીના 739 યુનિટ અને ટોયોટા કેમરીના 197 યુનિટ વેચાયા હતા.

મારુતિ ડિઝાયરના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

નવી ડિઝાયર તેના આક્રમક ફ્રન્ટ બમ્પર, હોરિઝોન્ટલ ડીઆરએલ સાથે સ્ટાઇલિશ એલઇડી હેડલાઇટ્સ, બહુવિધ હોરિઝોન્ટલ સ્લેટ્સ સાથે પહોળી ગ્રિલ અને ફરીથી ડિઝાઇન કરાયેલ ફોગ લેમ્પ હાઉસિંગ સાથે અલગ તરી આવે છે. જોકે, તેનું સિલુએટ પાછલા મોડેલ જેવું જ રહે છે. સેડાનની શોલ્ડરની લાઇન હવે વધુ સ્પષ્ટ થઈ ગઈ છે. અન્ય સુવિધાઓમાં શાર્ક ફિન એન્ટેના, બુટ લિડ સ્પોઇલર અને ક્રોમ સ્ટ્રીપ દ્વારા જોડાયેલ Y-આકારની LED ટેલલાઇટ્સનો સમાવેશ થાય છે.

ડિઝાયરના આંતરિક ભાગમાં બેજ અને કાળા રંગની થીમ અને ડેશબોર્ડ પર ફોક્સ વુડ એક્સેંડ છે. તેમાં એનાલોગ ડ્રાઈવર ડિસ્પ્લે, ક્રુઝ કંટ્રોલ, એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો માટે વાયરલેસ કમ્પેટિલિબિટી સાથે 9-ઇંચની ટચસ્ક્રીન, પાછળના વેન્ટ્સ સાથે એર કન્ડીશનીંગ અને સિંગલ-પેન સનરૂફ જેવા ફીચર્સ છે. મારુતિ સુઝુકીની સુધારેલી કોમ્પેક્ટ સેડાન કારમાં પાછળના પાર્કિંગ સેન્સર, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ) અને 360-ડિગ્રી કેમેરા (સેગમેન્ટમાં પ્રથમ) સહિત અનેક સલામતી ફીચર્સ છે.

નવી ડિઝાયર સ્વિફ્ટમાંથી મેળવેલ 1.2-લિટર ત્રણ-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. આ યુનિટ 80bhpની મહત્તમ શક્તિ અને 112Nm નો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે અને તેને ૫-સ્પીડ મેન્યુઅલ અથવા AMT ટ્રાન્સમિશન સાથે જોડી દેવામાં આવે છે. તે LXi, VXi, ZXi અને ZXi Plus વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. નવી ડિઝાયર કંપનીની પહેલી કાર છે જેને ગ્લોબલ NCAP તરફથી સલામતી માટે 5-સ્ટાર રેટિંગ મળ્યું છે.


Icon