આજના ડિજીટલ વિશ્વમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટ એક આવશ્યક વસ્તુ બની ગઈ છે. ઈન્ટરનેટનો ઉપયોગ હવે એટલો વધી ગયો છે કે તેના વગર થોડા કલાકો પણ જીવવું મુશ્કેલ બની ગયું છે. કૉલિંગ, ચેટિંગથી લઈને શોપિંગ, શિક્ષણ અને મનોરંજન સુધીના અનેક કાર્યો માટે ઈન્ટરનેટની જરૂર પડે છે. વધુ વપરાશને કારણે કેટલીકવાર મોબાઈલ પ્લાનમાં ઉપલબ્ધ ડેટા પણ ઓછો થઈ જાય છે. આજે એક એવા રિચાર્જ પ્લાન વિશે જણાવશું, જેમાં ગ્રાહકોને દર મહિને 5000GB ડેટા મળે છે.

