Home / Auto-Tech : This SUV has become the first choice of people, beating the Tata Punch.

Auto News:  ટાટા પંચને પછાડી આ SUV બની લોકોની પહેલી પસંદ, ટોપ-10માં આ ગાડી રહી નંબર 1

Auto News:  ટાટા પંચને પછાડી આ SUV બની લોકોની પહેલી પસંદ, ટોપ-10માં આ ગાડી રહી નંબર 1

ભારતમાં SUVની માંગ સતત ઝડપથી વધી રહી છે, પરંતુ જૂન 2025ના વેચાણ અહેવાલમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કેટલાક મનપસંદ મોડેલોએ પોતાનું સ્થાન ગુમાવ્યું જ્યારે કેટલાકે શાનદાર વાપસી કરી. અહીં જાણો  ટોપ-10 SUVની આ યાદીમાં કોણ જીત્યું અને કોને મોટો ઝટકો લાગ્યો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હ્યુન્ડાઇ ક્રેટા ફરી લોકોની પહેલી પસંદ બની

હ્યુન્ડાઇની ક્રેટાએ જૂનમાં 15,786 યુનિટના વેચાણ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું. જોકે, ગયા વર્ષની સરખામણીમાં આ 3%નો ઘટાડો છે. આમ છતાં ક્રેટા હજુ પણ મધ્યમ કદના SUV સેગમેન્ટમાં સૌથી મજબૂત પકડ ધરાવે છે.

2-મારુતિ બ્રેઝાના વેચાણમાં 10 ટકાનો વધારો

મારુતિ બ્રેઝાએ સારું પ્રદર્શન કર્યું અને 14,507 યુનિટ વેચ્યા. આ વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો છે, જે આ SUVને સીધા બીજા સ્થાને લઈ જાય છે.

3-મહિન્દ્રા સ્કોર્પિયોએ જોરદાર વાપસી કરી

મહિન્દ્રા સ્કોર્પિયોએ પણ સારું પ્રદર્શન કર્યું અને 12,740 યુનિટ વેચ્યા. આ ગયા વર્ષ કરતા 4 ટકા વધુ છે. ક્લાસિક અને N વર્ઝનની સંયુક્ત તાકાતે તેને ત્રીજું સ્થાન આપ્યું.

4- ટાટા નેક્સનના વેચાણમાં 4 ટકાનો ઘટાડો

એક સમયે નંબર વન એસયુવી ગણાતી નેક્સનને આ વખતે 11,602  યુનિટ સાથે ચોથા સ્થાને સંતોષ માનવો પડ્યો. તેના વેચાણમાં ૪ ટકાનો ઘટાડો થયો છે, જે ટાટા માટે ચિંતાનો વિષય બની શકે છે.

5- ટાટા પંચના વેચાણમાં 43 ટકાનો ઘટાડો

સૌથી આશ્ચર્યજનક નામ ટાટા પંચ હતું. જૂન 2024માં શાનદાર વેચાણ થયેલી આ એસયુવી આ વખતે માત્ર 10,446 યુનિટ જ વેચી શકી. એટલે કે, ૪૩ ટકાનો સીધો ઘટાડો અને પાંચમા સ્થાને સરકી ગઈ.

ટોચની 10 SUV વેચાણ યાદી

ક્રમ SUV મોડલ જૂન 2025 વેચાણ જૂન 2024 વેચાણ ગ્રોથ (%)
1 હ્યુન્ડાઇ ક્રેટા 15,786 16,293 -3%
2 મારુતિ બ્રેઝા 14,507 13,172 +10%
3 મહિન્દ્રા સ્કોર્પિયો 12,740 12,307 +4%
4 ટાટા નેક્સન 11,602 12,066 -4%
5 ટાટા પંચ 10,446 18,238 -43%
6 મારુતિ ફ્રોન્ક્સ 9,815 9,688 +1%
7 મહિન્દ્રા થાર 9,542 5,376 +77%
8 ટોયોટા હાઇરાઇડર 7,462 4,275 +75%
9 મહિન્દ્રા XUV 3XO 7,089 8,500 -17%
10 હ્યુન્ડાઇ વેન્યૂ 6,858 9,890 -31%
Related News

Icon