Home / Auto-Tech : This SUV is number one in the car market.

Auto News : આ SUV કાર પાછળ ઘેલા થયા લોકો, કોઈપણ કિંમતે ખરીદવા તૈયાર! માર્કેટમાં નંબર વન

Auto News : આ SUV કાર પાછળ ઘેલા થયા લોકો, કોઈપણ કિંમતે ખરીદવા તૈયાર! માર્કેટમાં નંબર વન

ભારતીય ગ્રાહકોમાં SUV સેગમેન્ટની માંગ સતત વધી રહી છે. જો આપણે છેલ્લા મહિના એટલે કે એપ્રિલ 2025માં આ સેગમેન્ટના વેચાણ વિશે વાત કરીએ, તો હ્યુન્ડાઇ ક્રેટાએ ટોચનું સ્થાન મેળવ્યું. આ સમયગાળા દરમિયાન હ્યુન્ડાઇ ક્રેટાએ કુલ 17,016 યુનિટ SUV વેચ્યા, જેમાં વાર્ષિક 10.16 ટકાનો વધારો થયો. જ્યારે બરાબર 1 વર્ષ પહેલા એટલે કે એપ્રિલ, 2024માં આ આંકડો કુલ 15,447 યુનિટ હતો. અહીં જાણો ગયા મહિને 10 સૌથી વધુ વેચાતી SUVના વેચાણ વિશે વિગતવાર...

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટાટા નેક્સન ચોથા નંબરે 

આ વેચાણ યાદીમાં મારુતિ સુઝુકી બ્રેઝા બીજા ક્રમે રહી. આ સમયગાળા દરમિયાન મારુતિ બ્રેઝાએ કુલ 16,971 યુનિટ SUV વેચ્યા, જેમાં વાર્ષિક ધોરણે 0.83 ટકાનો ઘટાડો થયો. જ્યારે મહિન્દ્રા સ્કોર્પિયો આ વેચાણ યાદીમાં ત્રીજા સ્થાને હતી. આ સમયગાળા દરમિયાન સ્કોર્પિયોએ કુલ 15,534 યુનિટ SUV વેચ્યા, જેમાં વાર્ષિક 4.91 ટકાનો વધારો થયો. જ્યારે ટાટા નેક્સન આ વેચાણ યાદીમાં ચોથા સ્થાને હતું. આ સમયગાળા દરમિયાન ટાટા નેક્સને કુલ 15,457 યુનિટ SUV વેચ્યા, જેમાં વાર્ષિક 38.40 ટકાનો વધારો થયો.

મહિન્દ્રા થારના વેચાણમાં 74%નો વધારો થયો

બીજી તરફ મારુતિ સુઝુકી ફ્રાન્ક્સ આ વેચાણ યાદીમાં પાંચમા સ્થાને રહી. મારુતિ સુઝુકીએ આ સમયગાળા દરમિયાન કુલ 14,345 યુનિટ SUV વેચ્યા, જે વાર્ષિક ધોરણે 0.41 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે વેચાણની દૃષ્ટિએ ટાટા પંચ આ યાદીમાં છઠ્ઠા સ્થાને હતું. આ સમયગાળા દરમિયાન ટાટા પંચે કુલ 12,496 યુનિટ SUV વેચ્યા, જેમાં વાર્ષિક ધોરણે 34.77 ટકાનો ઘટાડો થયો. આ ઉપરાંત મહિન્દ્રા થાર આ વેચાણ યાદીમાં સાતમા સ્થાને હતી. આ સમયગાળા દરમિયાન મહિન્દ્રા થારે કુલ 10,703 યુનિટ SUV વેચ્યા, જે વાર્ષિક ધોરણે 73.75 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

હ્યુન્ડાઇ વેન્યુ દસમા નંબરે 

વેચાણ યાદીમાં મહિન્દ્રા બોલેરો આઠમા સ્થાને હતી. આ સમયગાળા દરમિયાન મહિન્દ્રા બોલેરોએ કુલ 8,380 યુનિટ SUV વેચ્યા, જેમાં વાર્ષિક ધોરણે 12.13 ટકાનો ઘટાડો થયો. જ્યારે કિયા સોનેટ આ વેચાણ યાદીમાં નવમા ક્રમે હતી. આ સમયગાળા દરમિયાન કિયા સોનેટે SUVના 8,068 યુનિટ વેચ્યા, જેમાં વાર્ષિક ધોરણે 2.11 ટકાનો વધારો થયો. જ્યારે હ્યુન્ડાઇ વેન્યુ આ વેચાણ યાદીમાં દસમા ક્રમે હતું. આ સમયગાળા દરમિયાન હ્યુન્ડાઇ વેન્યુએ કુલ 7,953 યુનિટ SUV વેચ્યા, જેમાં વાર્ષિક ધોરણે 12.80 ટકાનો ઘટાડો થયો.

Related News

Icon