
બજેટ સેગમેન્ટમાં સ્પર્ધા વધુ તીવ્ર બની છે અને સારા કેમેરા અને પરફોર્મન્સવાળા ફોન વિવિધ બ્રાન્ડ દ્વારા 20,000થી ઓછી કિંમતે રજૂ કરવામાં આવ્યા છે. આજે તમને એવા ફોનની યાદી વિશે જણાવશું, જે બજેટ સેગમેન્ટમાં શ્રેષ્ઠ ડીલ ઓફર કરે છે. તમે તમારી પસંદગી અનુસાર શ્રેષ્ઠ ફોન પસંદ કરી શકો છો.
પોકો એક્સ 6 પ્રો
Poco સ્માર્ટફોનમાં 64MP+8MP+2MP ટ્રિપલ કેમેરા અને 16MP સેલ્ફી કેમેરા છે. તેને 20,892 રૂપિયાની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યું છે અને બેંક ઑફર્સ પછી તે લગભગ 20 હજાર રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે.
Realme P3 5G
Realme ફોનમાં 50MP + 2MP પ્રાથમિક અને 16MP સેલ્ફી કેમેરા છે. તેમાં Qualcomm Snapdragon 6 Gen 4 5G પ્રોસેસર છે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 16,999 રૂપિયા થઈ ગઈ છે.
Nothing Phone (2a)
નથિંગનો પાછલો સ્માર્ટફોન નવા મૉડલના લૉન્ચ થયા પછી 18,499 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ છે. તેમાં MediaTek Dimensity 7200 Pro 5G પ્રોસેસર અને 50MP+50MP કેમેરા છે.
મોટોરોલા એજ 50 ફ્યુઝન
curved displayવાળા મોટોરોલા ફોનમાં Qualcomm Snapdragon 7s Gen 2 પ્રોસેસર છે. આ ઉપકરણમાં 32MP સેલ્ફી કેમેરા છે અને હાલમાં તે 20,580ની કિંમતે સૂચિબદ્ધ છે. બેંક ડિસ્કાઉન્ટ પછી તેને 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.
Samsung Galaxy M35 5G
સેમસંગ સ્માર્ટફોનને 14,601 રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદી શકાય છે અને તેમાં કંપનીનું ઇન-હાઉસ Exynos 1380 પ્રોસેસર છે. તેમાં 50MP+8MP+2MP ટ્રિપલ કેમેરા સેટઅપ છે.