Home / Auto-Tech : Vodafone Idea has made crores of users happy

Tech News : Vodafone Ideaએ કરોડો યુઝર્સને કર્યા ખુશ, લાવ્યું અનલિમિટેડ ડેટા સાથે ત્રણ નવા પ્લાન 

Tech News : Vodafone Ideaએ કરોડો યુઝર્સને કર્યા ખુશ, લાવ્યું અનલિમિટેડ ડેટા સાથે ત્રણ નવા પ્લાન 

Vodafone Idea એ ત્રણ નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે, જે અનલિમિટેડ કોલિંગ તેમજ અનલિમિટેડ ડેટાનો લાભ આપશે. Vodafone Ideaના આ પ્લાન 'નોનસ્ટોપ હીરો' પેક હેઠળ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં યુઝર્સને ભારતમાં ગમે ત્યાં કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. તેમજ આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં અનલિમિટેડ ડેટા પણ ઓફર કરવામાં આવે છે. Vodafone Ideaના આ પ્લાન 398 રૂપિયા, 698 અને 1048 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યા છે, જેની વેલિડિટી 84 દિવસ સુધીની હશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

398 રૂપિયાનો પ્લાન

આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં વપરાશકર્તાઓને ભારતમાં ગમે ત્યાં કૉલ કરવા માટે અનલિમિટેડ કૉલિંગ, ફ્રી નેશનલ રોમિંગ અને રોજ 100 મફત SMSનો લાભ મળે છે. આમાં યુઝર્સને અનલિમિટેડ ડેટાનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. યુઝર્સ દિવસ કે રાત ગમે ત્યારે કોઈપણ લિમિટ વિના ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકે છે.

698 રૂપિયાનો પ્લાન

આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં યુઝર્સને ભારતમાં ગમે ત્યાં કૉલ કરવા માટે અનલિમિટેડ કૉલિંગ, ફ્રી નેશનલ રોમિંગ અને દૈનિક 100 મફત SMSનો લાભ પણ મળે છે. આમાં પણ યુઝર્સને અનલિમિટેડ ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે. વપરાશકર્તાઓ દિવસ કે રાત ગમે ત્યારે કોઈપણ લિમિટ વિના ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકે છે.

1048 રૂપિયાનો પ્લાન

આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં યુઝર્સને ભારતમાં ગમે ત્યાં કૉલ કરવા માટે અનલિમિટેડ કૉલિંગ, ફ્રી નેશનલ રોમિંગ અને દૈનિક 100 મફત SMSનો લાભ પણ મળે છે. આમાં પણ યુઝર્સને અનલિમિટેડ ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે. વપરાશકર્તાઓ દિવસ કે રાત ગમે ત્યારે કોઈપણ લિમિટ વિના ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકે છે.

આ ત્રણેય પ્લાન મહારાષ્ટ્ર અને ગોવા તેમજ કર્ણાટક ટેલિકોમ સર્કલમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ પ્લાન પહેલાથી જ આંધ્રપ્રદેશ અને તેલંગાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, આસામ અને ઉત્તર-પૂર્વ તેમજ ઓરિસ્સા ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ છે.

Related News

Icon