
Whatsapp New Feature: WhatsApp તેના યુઝર માટે સતત નવા અને વધુ સારા ફીચર લાવવાનો પ્રયાસ કરતું રહે છે. એવામાં વધુ એક ધમાકેદાર અપડેટ સામે આવ્યું છે, જે ખાસ કરીને Android યુઝર્સ માટે હશે. આ અપડેટ હેઠળ, WhatsApp યુઝરને કોલિંગ અનુભવ પર વધુ નિયંત્રણ મળશે. તેમાં કેટલાક નવા પ્રાઈવસી ફીચર પણ ઉમેરવામાં આવ્યા છે. જે કોલિંગને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે.
નવા ફીચરનું ચાલી રહ્યું છે ટેસ્ટીંગ
WhatsAppના આ નવા ફીચર્સનું હાલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને આ અપડેટ ટૂંક સમયમાં WhatsAppના Android યુઝર્સ માટે રોલઆઉટ થઈ શકે છે. WABetaInfo અનુસાર, આ ફીચરનો હેતુ યુઝરને કોલ રિસીવ કરતા પહેલા વધુ વિકલ્પો આપવાનો છે. આનો અર્થ એ થયો કે હવે યુઝરને કોલ રિસીવ કરતા પહેલા જ માઈક અને કેમેરાને કંટ્રોલ કરવાની તક મળશે.
કોલ રિસીવ કરતા પહેલા માઇક અને કેમેરાને કરી શકાશે કંટ્રોલ
જો તમને Voice call આવી રહ્યો છે અને તમે તરત જ વાત કરવાની સ્થિતિમાં નથી, તો તમે કોલ રિસીવ કરતા પહેલા તમારા માઇકને મ્યૂટ કરી શકો છો. જેથી તમારી પ્રાઈવસી જળવાઈ રહે અને તમારી પરવાનગી વગર કોઈ તમારો અવાજ સાંભળી ન શકે.
https://twitter.com/WABetaInfo/status/1909019571974979770
આ સાથે, Video calling સંબંધિત અન્ય એક ફીચરનું પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જો તમારો કેમેરા પહેલાથી જ બંધ હોય, તો કોલ સ્ક્રીન પર 'Accept without video' નામનો વિકલ્પ દેખાશે. આમાં, યુઝર્સને કોલ રિસીવ કરતા પહેલા કેમેરા બંધ કરવાનો વિકલ્પ મળશે. જેથી તમે કેમેરા ચાલુ કર્યા વિના કોલ રિસીવ શકો છો અને ફક્ત વોઇસ કોલ પર વાત કરી શકો છો.
લાઇવ ઇમોજી રિએક્શન ફીચર
WhatsApp Live Emoji Reactions નામના બીજા એક શાનદાર ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં યુઝર વીડિયો કોલિંગ દરમિયાન રીઅલ-ટાઇમમાં ઇમોજી દ્વારા તેમની લાગણીઓ વ્યક્ત કરી શકશે. જેમ કે થમ્બ્સ અપ, લાફિંગ ઇમોજી, હાર્ટ ઇમોજી વગેરે. આ સુવિધાનો ઉપયોગ ખાસ કરીને ગ્રુપ વીડિયો કોલ દરમિયાન કરવામાં આવશે, જેથી તમે લાઇવ ઇમોજી દ્વારા રિએક્શન આપી શકો.
ટૂંક સમયમાં થઈ શકે છે રોલઆઉટ
જો કે આ બધી સુવિધાઓ હાલમાં ડેવલોપમેન્ટ સ્ટેજ પર છે, એવી અપેક્ષા છે કે ભવિષ્યમાં તે ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ દ્વારા ટેસ્ટીંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો બધું બરાબર રહ્યું, તો આ અપડેટ્સ ટૂંક સમયમાં સામાન્ય યુઝર માટે પણ રોલઆઉટ થઈ શકે છે.