
રાજ્યના અમદાવાદમાં ઓટોરિક્ષાઓમાં મીટરના કાયદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનના તમામ વાહનો કિલોમીટર દીઠ ચાર્જ લઈ રહ્યા છે ત્યારે માત્ર ઓટો રીક્ષાઓમાં મીટર પર ભાડું કેમ તેવો અરજીમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.
કાલુપુર પોલીસ સ્ટેશનના P.I.ના હુકમને પણ પડકાર્યો હાઈકોર્ટમાં
કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના જાહેર કરવામાં આવેલા હુકમને પણ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસની કામગીરી પણ અલગ છે અને ટ્રાફિક પોલીસની સત્તાઓ અને પોલીસ સ્ટેશન હકુમત વિસ્તારની સત્તાઓ અલગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઓફિસ ઓર્ડરની માન્યતા અંગે કોર્ટે માંગ્યો ખુલાસો
હાઈકોર્ટમાં આ કાયદાને પડકાર્યા બાદ ઓટોરિક્ષાઓ સિવાય અન્ય ટ્રાન્સપોર્ટેશનના વાહનો માટે ભાડા અંગેના કાયદાના નિયમો અને કાલુપુર પોલીસ ઇન્સ્પેક્ટરએ જાહેર કરેલ ઓફિસ ઓર્ડરની માન્યતા અંગે કોર્ટે માંગ્યો ખુલાસો