વર્ષ 2015માં, 'બાહુબલી: ધ બિગિનિંગ' (Baahubali: The Beginning) ફિલ્મ આવી ત્યારે ભારતીય સિનેમામાં મોટો ફેરફાર આવ્યો. તે એક એવી જબરદસ્ત એક્શન ફિલ્મ હતી જેણે સિનેમાની વિચારસરણી બદલી નાખી અને આખા દેશમાં એક નવી ઓળખ બનાવી. હવે દસ વર્ષ પછી, આ ફિલ્મ ફરી એકવાર મોટા પડદા પર પાછી ફરી રહી છે, પરંતુ આ વખતે એક મોટો ટ્વિસ્ટ છે. આ વખતે તે બંને ભાગોને જોડી એક ફિલ્મ તરીકે રિલીઝ થશે. બાહુબલી ફરીથી થિયેટરોમાં રિલીઝ થશે અને આ વખતે તેનો અંદાજ પહેલા કરતા પણ વધુ અદ્ભુત હશે. આ ફિલ્મ 31 ઓક્ટોબર 2025ના રોજ આવી રહી છે.

