બોલિવૂડના પ્રસિદ્ધ દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન (Babil Khan) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી સ્ટાર કીડ્સની ટીકા કરી હતી. આ વીડિયોમાં તે ભાવુક થઈ રડવા લાગતાં તેના ફેન્સ તેની માનસિક સ્થિતિ મુદ્દે ચિંતિત બન્યા હતા. જોકે, બાદમાં તેણે આ વીડિયો ડિલિટ કરી દીધો હતો.
વીડિયો ક્લિપમાં બાબિલ ખાન (Babil Khan) એ અનન્યા પાંડે, અર્જૂન કપૂર, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ, અરિજિત સિંહના નામ લઈ તેમની ટીકા કરી હતી. આ સિવાય અન્ય ઘણા લોકો બનાવટી હોવાનો આરોપ મૂક્યો હતો. તેણે બોલિવૂડને પણ નકલી-બનાવટી ઈન્ડસ્ટ્રી કહી વખોડી હતી.
બોલિવૂડ ખૂબ જ ખરાબ છે
બોલિવૂડમાં તેની સાથે ભેદભાવ અને ટ્રોલિંગ થઈ રહી હોવાનો આરોપ મૂકતાં બાબિલ (Babil Khan) એ કહ્યું કે, "મારો કહેવાનો અર્થ એટલો જ છે કે, હું ફક્ત તમને એટલું જણાવવા માંગુ છું કે, શનાયા કપૂર, અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ અને અરિજિત સિંહ જેવા લોકો છે. બીજા ઘણા નામો છે. બોલીવુડ ખૂબ જ ખરાબ છે." આટલું બોલતા જ તે ખૂબ રડવા લાગે છે.
બોલિવૂડ સૌથી નકલી ઈન્ડસ્ટ્રી છે
બાબિલે આગળ વીડિયોમાં કહ્યું કે, "બોલિવૂડ તદ્દન નકલી સૌથી વધુ બનાવટી ઈન્ડસ્ટ્રી છે. હું પણ તેમનો જ હિસ્સો રહ્યું છું. પરંતુ અહીં ઘણા ઓછો લોકો છે, જે બોલિવૂડને સારી બનાવવા માંગે છે. હું તમને ઘણું બધુ બતાવવા માગું છું, કહેવા માગું છું, આપવા માગું છું."
ફેન્સ ચિંતિત
તેની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે લખ્યું, "તેણે જે લોકોના નામ લીધા છે તે બધા જાણીતા ધર્મા પ્રોડક્શનના ગુંડાઓ છે... મને ખરેખર બાબિલની ચિંતા થાય છે. મને આશ્ચર્ય થાય છે કે તેણે શું કર્યું છે. જેનાથી તે આટલો બધો પીડાઈ રહ્યો છે." અન્ય એક યુઝરે કહ્યું કે, "શું કોઈએ પાંચ દિવસ પહેલા ઈરફાનની પુણ્યતિથિ પર પોસ્ટ કરેલી કવિતા વાંચી? એક પંક્તિ વાંચી હતી 'ટૂંક સમયમાં હું ત્યાં હોઈશ, તમારી સાથે, તમારા વિના નહીં. ચોક્કસપણે મને આ પોસ્ટે ઝંઝોડી નાખ્યો છે. બાબિલ બોલિવૂડની કઠોર વાસ્તવિક્તા સ્વીકારી શકતો નથી. સોશિયલ મીડિયા પર આવીને આ કહેવા મજબૂર થવું જણાવી રહ્યું છે કે, તે કેટલી હદે પડી ભાંગ્યો છે."