Home / Gujarat / Dahod : Trouble will increase for Minister Bachu Khabad's scam sons

Dahod news: મંત્રી Bachu Khabadના કૌભાંડી પુત્રોની વધશે મુશ્કેલી, પોલીસે કોર્ટમાં દાખલ કરી ખાસ અરજી

Dahod  news: મંત્રી Bachu Khabadના કૌભાંડી પુત્રોની વધશે મુશ્કેલી, પોલીસે કોર્ટમાં દાખલ કરી ખાસ અરજી

દાહોદ જિલ્લા પોલીસ ટીમે મંત્રી  Bachu Khabadના કૌભાંડી પુત્રો  છે. Dahod પોલીસે ઉપલી કોર્ટમાં બંને પુત્રોના જામીન રદ્દ કરવા માટે અરજી કરી છે. આ સાથે, જામીન પર તાત્કાલિક સ્ટે આપવાની અને જામીન રિવાઇઝ કરવાની પણ માગ કરવામાં આવી છે. ગઈકાલે સવારે બંને મંત્રી પુત્રોને 50 હજારના બોન્ડ પર જામીન મળ્યા હતા. પરંતુ, આજે સવારે 11 વાગે ઉપલી કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પુત્રોએ મનરેગા કૌભાંડ આચરી લાખો રૂપિયા સેરવી લીધાં છે. આ કૌભાંડને પગલે મંત્રી Bachu Khabadનું મંત્રીપદનું આસન હાલકડોલક થવા માંડ્યુ છે. સચિવાલયમાં મંત્રી ખાબડને નહી આવવા સૂચના અપાઈ હોવાની ચર્ચા છે. તેઓ કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર રહ્યાં હતાં જેના કારણે ખાબડની હકાલપટ્ટી નક્કી માનવામાં આવી રહી છે. 

મંત્રી બચુ ખાબડ હકાલપટ્ટી નક્કી માનવામાં આવી રહી છે

મનરેગા કૌભાંડે ભાજપ સરકારની પ્રતિષ્ઠા ખરડી છે જેના કારણે ગુજરાત મુલાકાત વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી બચુ ખાબડથી અંતર જાળવવાનું પસંદ કર્યુ હતું. મંત્રી ખાબડને દાહોદ ઉપરાંત ગાંધીનગરમાં સરકારી કાર્યક્રમમાં નહી આવવા સૂચના અપાઇ હતી. હાઇકમાન્ડના આદેશને પગલે હવે તેઓ સચિવાલયમાં પણ ડોકાયા નથી. 

ખાબડને સચિવાલયમાં નહી આવવા જણાવી દેવાયુ 

હું ભાગેડુ નથી તેવી ડીંગો હાંકતાં બચુ ખાબડ કેબિનેટની બેઠકમાંય હાજર રહ્યાં ન હતાં. સચિવાલયમાં ચર્ચા છે કે, ખાબડને સચિવાલયમાં નહી આવવા જણાવી દેવાયુ છે. છેલ્લા બે અઠવાડિયાથી તેઓ સચિવાલયમાં આવતાં જ નથી. 

ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છતાં સરકાર મૌન 

સ્વર્ણિમ સંકુલ-2 માં મંત્રીની ચેમ્બર ખાલીખમ પડી છે. મુલાકાતીઓ પણ ડોકાતા નથી. માત્ર પટાવાળા સિવાય સ્ટાફ પણ દેખાતો નથી. અત્યારે તો બચુ ખાબડ જાણે ખાતા વિનાના પ્રધાન બન્યાં છે. મનરેગા કૌભાંડને પગલે ભ્રષ્ટાચારનો ડાઘ લાગ્યો છે તેમ છતાંય સરકાર હાલ મૌન ધારણ કરીને બેઠી છે. 

Related News

Icon