
દાહોદ મનરેગા કોભાંડમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે મંત્રી બચુ ખાબડનાં બંને પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતાં કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. લવારીયા અને ધાનપુરના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા માલ સપ્લાય કરનાર એજન્સીના પ્રોપરાઇટર તેમજ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી ફરી રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતા બંને ભાઈઓને સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. બીજી તરફ ગઈકાલે 71 કરોડના મનરેગા કૌભાંડમાં જામીનમુક્ત કરેલા પાંચ સરકારી કર્મચારી પૈકી ત્રણને વધુ બે ગુનામાં ધરપકડ કરી છે. જ્યારે બંને ગ્રામ રોજગાર સેવક જામીન પર છુટા થયા છે.
દાહોદની સેશન્સ કોર્ટે 71 કરોડના મનરેગા કૌભાંડમાં તાલુકા વિકાસ અધિકારી બે ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ બે ગ્રામ રોજગાર સેવકોને જામીન આપ્યા હતા. જે પછી પોલીસે આજે વધુ બે ગુનામાં જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી અને ધરપકડ પહેલા ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવતા રસિક રાઠવા ઉપરાંત જયવીર અશ્વિન નાગોરી એકાઉન્ટ આસિસ્ટન્ટ દે.બારીયા અને મહિપાલસિંહ ચૌહાણ એકાઉન્ટ આસિસ્ટન્ટ ધાનપુરની ધરપકડ કરી છે.