Home / Gujarat / Ahmedabad : Truck with illegal fertilizer seized on Bagodra Highway

Ahmedabad News: ગેરકાયદેસર ખાતરના જથ્થા સાથે ટ્રકને બગોદરા હાઈવે પરથી ઝડપી પડાયો

Ahmedabad News: ગેરકાયદેસર ખાતરના જથ્થા સાથે ટ્રકને બગોદરા હાઈવે પરથી ઝડપી પડાયો

Ahmedabad News: અમદાવાદ જિલ્લામાં બગોદરા હાઈવે પરથી બિલ વગર સરકારી યુરિયા ખાતર ભરી જઈ રહેલ ટ્રક ઝડપાયો છે. અમદાવાદમાં ધોળકાના ખેતી અધિકારી કોમલ પટેલે સરકારી ખાતર ભરી ગેરકાયદેસર જઈ રહેલ ટ્રકને બગોદરા હાઈવે પરથી ઝડપી પાડ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ધોળકાની શ્રી રામ કૃષિ વિષયક ખરીદ વેચાણ એન્ડ પ્રોસેસિંગ સરકારી મંડળીમાંથી બિલ વગરનો યુરીયા ખાતરનો 250 બેગ ભરી ગેરકાયદેસર ખાતરનો જથ્થો અન્ય જિલ્લામાં લઈ જવામાં આવી રહ્યો હતો. ખેતી અધિકારી કોમલ પટેલે બગોદરા પોલીસ મથક ખાતે શ્રી રામ કૃષિ વિષય ખરીદ વેચાણ એન્ડ પ્રોસેસિંગ સરકારી મંડળીના જવાબદાર અનિરુધસિંહ રણજીતસિંહ સોલંકી, બાબુભાઈ મનજીભાઈ ધરાજીયા અને મહેશભાઈ હિંમતભાઈ સાધુ એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આરોપી અનિરુદ્ધસિંહ સોલંકી અને બાબુભાઈ હરાજીયાએ આરોપી નંબર 3 મહેશભાઈ સાધુને ખેતીવાડીના ઉપયોગમાં લેવાતું સબસીડીવાળું રાસાયણિક ખાતર, નિમ કોટેડ યુરિયા ખાતર ખેતીવાડીના વપરાશના બદલે અન્ય વપરાશના કામે ઉપયોગમાં લેવા માટે વેચાણ આપવાનું નક્કી કરી શ્રીરામ કૃષિ વિષયક ખરીદ વેચાણ અને પ્રોસેસિંગ સરકારિ મંડળીના ગોડાઉનમાંથી 250 બેગ ટ્રકમાં ભરી કોઈપણ જાતના બિલ વગર મોકલી આપ્યું હતું.

ખેડૂતોના ખેતીમાં વપરાતું યુરિયા ખાતર ખેડૂતોને આપવાના બદલે બારોબાર પધરાવવાનો કૌભાંડ બહાર આવ્યું હતું. આરોપીએ સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી બારોબાર યુરિયા ખાતર પધરાવતા ખેતી અધિકારીએ બગોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ખેતીવાડી અધિકારીએ બગોદરા હાઈવે પરથી ગેરકાયદેસર જઈ રહેલ યુરિયા ખાતર ટ્રક ઝડપ્યો હતો જેમાં બગોદરા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related News

Icon