સુરત પોલીસે 10 દિવસ પહેલા એકીસાથે ગુપ્ત ઓપરેશન હાથ ધરી 134 બાંગ્લાદેશીને ઝડપી લીધા બાદ જુદાજુદા વિસ્તારમાંથી બીજા પણ બાંગ્લાદેશીને ઝડપી લીધા હતા.આઈ.બી, સેનાની વિવિધ પાંખ અને લશ્કરી દળોની પુછપરછ બાદ તેમને ઝડપથી ડીપોર્ટ કરવાની પ્રક્રિયાને આગળ ધપાવવા માટે હવે તે પૈકીના 150 થી વધુ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરવા જેઆઈસી ( જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ) ને સોંપાયા છે.હવે ગૃહ વિભાગ કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરશે.

