Home / Gujarat / Kutch : Six Bangladeshi women living illegally in East Kutch caught

Kutch news: પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર રહેતી છ બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ

Kutch news: પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર રહેતી છ બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ

Kutch news: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ગેરકાયદે રહેતા લોકો સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે કચ્છમાં ગેરકાયદેસર રીતે રહીને સ્પામાં કામ કરતી છ મહિલાઓ ઝડપાઈ ગઈ છે. મેધપર બોરીચીમાં આવેલા બે સ્પામાં આ મહિલાઓ કામ કરતી હોવાનું સામે આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી આધાર કાર્ડ બનાવ્યા હોવાનો પણ એસજીઓ પોલીસની તપાસમાં સામે આવ્યું છે. જેથી હવે આ બાંગ્લાદેશી મહિલાઓને ફરીથી તેઓના દેશમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં ક્યાંય પણ બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિક દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં ઠેર-ઠેર પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો સામે તંત્રએ તવાઈ બોલાવી છે. પોલીસ અને વહીવટી તંત્ર સઘન તપાસ કરી રહી છે કે ક્યાંક કોઈ વિદેશી ઘૂસણખોર રાજ્યમાં વસવાટ તો નથી કરી રહ્યો. આ અનુસંધાને કચ્છ એસઓજીએ છ બાંગ્લાદેશી મહિલાઓએને ઝડપી પાડી હતી. 

Related News

Icon