Home / Gujarat / Surat : Bank robbery in broad daylight, CCTV footage

Surat News: બેંકમાં ધોળે દિવસે લૂંટ, બે કર્મચારીઓને રૂમમાં બંધ કરી લૂંટારૂ રૂપિયા લઈ ફરાર થયાના CCTV

સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બે કર્મચારીઓને રૂમમાં પૂરીને ૪.૭૫ લાખની લૂંટ કરી આરોપી ફરાર થઇ ગયા હતા. બેંકમાં લૂંટ થઇ હોવાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના  સ્થળે  પહોચ્યા હતા, પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે અલગ અલગ ૫ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

બેંકમાં લૂંટ થયાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓને ઝડપી લેવા માટે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યાં છે. પ્રાથમિક તબક્કે લૂંટારૂ જાણભેદું હોવાની શંકા સેવવામાં આવી રહી છે.

નાકાબંધી કરાઈ

ડીસીપી રાજેશ પરમાર એ જણાવ્યું હતું કે, સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૨.૩૦ વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઇસમેં આવી પિસ્તોલ જેવું હથીયાર બતાવીને બે કર્મચારીઓને એક રૂમમાં પૂરીને ૪ લાખ ૭૫ હજાર રૂપિયાની લૂંટ કરીને નીકળી ગયા છે આ બાબતે અમે તાત્કાલિક સ્થળ પર પહોચીને અલગ અલગ કર્મચારી/અધિકારીઓની પાંચ ટીમો બનાવીને આરોપીઓને શોધખોળ કરવાના પ્રત્યન ચાલુ કરી દીધા છે ટૂંક જ સમયમાં અમે આરોપીઓને હસ્તગત કરી લઈશું

 

 

Related News

Icon