
સરદાર નગરી ગણાતા સુરત જિલ્લાના બારડોલીમાં એક એવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેનાથી બારડોલી પણ સર્મસાર થયું છે. ઘટના એ બની હતી કે એક વર્ષ અગાઉ બારડોલી નગરમાં રહેતી એક સગીરાને બારડોલીના જલારામ હુડકો સોસાયટીમાં રહેતા રોનીત પાંડે સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી. અને મિત્રતા થયા બાદ રોનિત પાંડે સગીરા સાથે અવારનવાર શરીર સંબંધો બાંધ્યા હતા. જો કે, આ વાત અહીંથી નહીં અટકતા રોનીત પાંડેના સગીરા સાથેના સંબંધ અંગે તેના સાથે મિત્રોને પણ જાણ કરી હતી. જેથી રોનિત પાંડેના અન્ય ત્રણ સાથી મિત્રોની પણ સગીરા ઉપર દાનત બગડી હતી.
એક મિત્ર બાદ અન્ય ત્રણ મિત્રોએ સગીરાને રિક્વેસ્ટ મોકલી
સગીરાના રોનિત પાંડે સાથેના ઘણા લાંબા સમયથી સંબંધ હોય આ ત્રણેય સાથી મિત્રોએ પણ સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત મિત્ર બનવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. અન્ય ત્રણ ઈસમો પણ સગીરા સાથે સોશિયલ મીડિયા થકી જોડાયા હતા. અને બાદમાં કૃષ્ણનગર ખાતે રહેતો દીપાશું તોમર નામના યુવકે આ સગીરાને રોનિત પાંડે સાથેના સંબંધો અને અંગત પળોના ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
ફોટા વાયરલ નહીં કરવાનું જણાવી દીપાંશુ તોમર, શની રાજપુત અને કૃણાલ પારેખે પણ આ સગીરાને પોતાની સાથે સંબંધ બાંધવા માટે ધાક ધમકીઓ આપી મજબૂર કરી હતી. આખરે એક વર્ષથી ત્રસ્ત થયેલી સગીરાએ સમગ્ર મામલે પરિવારજનોને જાણ કરતા આજે વહેલી સવારે બારડોલી ટાઉન પોલીસમાં આ ચારેય વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી.
આખરે પોલીસ ફરિયાદ થતાં ચારેયને ઝડપી લેવાયા
ચકચારી ઘટના અને સોશિયલ મીડિયા થકી સગીરાને બદકૃત્યમાં ફસાવવા બદલ બારડોલી પોલીસ પણ હરકતમાં આવી હતી. હરકતમાં આવેલી બારડોલી પોલીસે રોનિત પાંડે, દીપાંશુ તોમર, સની રાજપુત તેમજ કૃણાલ પારેખ નામના ચાર હવાસખોરો અટકાયત કરી લીધી હતી. જો કે આ ચાર પૈકી બારડોલીના રજનીગંધા રો હાઉસમાં રહેતો કૃણાલ પારેખ અગાઉ પણ અનેક યુવતીઓ સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી, યુવતીઓને પોતાની મોહજાળમાં ફસાવી ચૂક્યો હોવાની પણ ચોંકાવનારી વિગતો પોલીસ સમક્ષ બહાર આવી છે. ત્યારે હાલ સમગ્ર મામલે બારડોલી ટાઉન પોલીસે અત્યારે કરી કાયદેસર કાર્યવાહી કરી છે.