
વર્તમાન સમયમાં જમાનો ભલે આધુનિક થઈ ગયો પરંતુ પરણીતાઓ પર અત્યાચાર આજે પણ યથાવત છે. જેમાં વધુ એક પરણી થાય જિંદગીથી અલવિદા લીધી હતી. સુરત જિલ્લાના બારડોલીમાં હેવાન બનેલા સાસુ તેમજ પતિ અને નણંદ આ પરણીતા માટે કાળ બન્યા હતા.
મ્હેણાં મારી અપશબ્દો કહ્યા
મળતી વિગતો મુજબ બારડોલીના તલાવડી વિસ્તારમાં ફરીદાબેન પરવીનના લગ્ન વસીમ ગુલામ શેખ સાથે થયા હતા. લગ્નના થોડા સમયમા જ સાસરિયાઓએ તેણીને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અવાર નવાર મહિલાના પતિ તેમજ સાસુ, નણંદે જમવાનું બનાવવા બાબતે મ્હેણાં મારી ગાળો આપી હતી. બાદમાં માર મારી છાતી તેમજ પેટના ભાગે લાત મારતા પરિણાતા આખરે મોતને ભેટી હતી.
નણંદ આવતા જીવલેણ હુમલો
ઝઘડાની શરૂઆત ત્યારે થઈ કે મૃતક પરિણીતાની નણંદ યાસ્મીન તેના પતિ સાથે અણબનાવ રહેતો હતો. જેથી તેના સંતાન સાથે તે પણ પિયરમાં આવી ગઈ હતી. જેથી સાસુ, સસરા, પતિ સાથે નણંદ યાસ્મીન પણ પરિણાતાને અવાર નવાર માર મરાતો હતો. આ વખતે તો આ માર જીવલેણ સાબિત થતો હોય તેમ હત્યામાં પરિણમ્યો હતો. સમગ્ર બાબતે બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે પતિ વસીમ ગુલામ શેખ , સાસુ રૂકસાના શેખ તેમજ નણંદ યાસ્મીન ઇમરાન શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.