Home / Lifestyle / Beauty : Beauty problem/ gstv news

Sahiyar : સૌંદર્ય સમસ્યા 

Sahiyar  : સૌંદર્ય સમસ્યા 

- મારા વાળ અકાળે સફેદ થવા થાગ્યા છે. વાળમાં કાળી મહેંદી પણ લગાડી પરંતુ કોઇ ફાયદો થતો નથી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હું ૧૮ વરસની યુવતી છું. નાનપણમાં મને શીતળા નીકળ્યા હતા. તેના ડાઘ ચહેરા પર રહી ગયા છે.જેથી મારો ચહેરો કદરૂપો લાગે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.

એક યુવતી (સુરત)

* શીતળાના ડાઘા ઘરગથ્થુ ઉપચારથી દૂર થતા નથી. સવાર-સાંજ ચહેરાને કોઇ પણ સ્ક્રબથી સાફ કરી ધોઇ વિટામિન 'ઇ'તેલ લગાડશો.રાતના AHA યુક્ત ક્રિમ લગાડશો.આ ઉપચારથી ડાઘા કાયમી ધોરણે દૂર થવાની શક્યતા નહીંવત છે. કાયમી રીતે ડાઘા દૂર કરવા તમે કોસ્મેટિક નિષ્ણાંતની સલાહ લેશો.

સ્ક્રબ બનાવવા એક ચમચો થૂલું,એક ચમચો ચંદન પાવડર,અડધો ચમચો લીંબૂની સૂકી છાલ આ ત્રણેને ભેળવી તેની પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં સંતરાનો રસ ઉમેરવો.આ પેસ્ટ ચહેરા પર લગાડી પાંચ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. 

હું ૧૯ વરસની યુવતી છું. મારા વાળ અકાળે સફેદ થવા થાગ્યા છે. વાળમાં કાળી મહેંદી પણ લગાડી પરંતુ કોઇ ફાયદો થતો નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.

એક યુવતી (અમદાવાદ)

* સફેદ વાળને કાળા કરવા માટે કાળી મહેંદી વાપરવામાં આવે છે. તે એક પ્રકારની 'ડાઇ'જ છે. તમે કાળી મહેંદી વાપરવાનું બંધ કરી દો. તેના સ્થાને મહેંદી લગાડો. મહેંદીમાં મેથીના બિયાંનો ભૂક્કો,ચાનું પાણી,આંબળા,શિકાકાઇ પાવડર લઇ લોખંડના વાસણમાં પલાળો.ચાર-પાંચ કલાક બાદ તેમાં એક ઇંડુ ભેળવો. વાળમાં આ પેસ્ટ લગાડો. ધીરે ધીરે ફાયદો થશે. નિયમિત એક આંબળો ખાશો. અકાળે વાળ ક્યા કારણોસર સફેદ થયા છે તે શોધો. સામાન્ય રીતે આ સમસ્યા  વંશપરંપરાગત છે.  રોજિંદા આહારમાં પ્રોટીનની માત્રા વધારવી.ઘણી વખત માનસિક તાણને કારણે પર વાળ ધોળા થાય છે.

હું ૧૮ વરસનો યુવક છું. મારા વાળમાં પુષ્કળ  ખોડો થઇ ગયો છે. મેં ઘરગથ્થુ ઉપચાર કર્યા પણ ફરક પડતો નથી. મારી આ સમસ્યાનું નિવારણ કરવાના ઉપચાર જણાવશો.

એક યુવક (નવસારી)

* માથામાં રહેલા ખોડા પ્રત્યે દુર્લક્ષ રાખવાથી ગંભીર પરિણામો આવી શકે છે. હુંફાળા કોપરેલથી વાળમાં મસાજ કરશો. કોપરેલમાં લીંબુનો રસ ભેળવશો. તેમજ વાળને ટર્બન થેરપી આપશો. અઠવાડિયે બે વખત કરશો. મહિના સુધી નિયમિત આ ઉપચાર કરવાથી ફાયદો જણાય છે.દિવસનાં સાત-આઠ ગ્લાસ પાણી પીશો. તેમજ ફળનો રસ પીશો. જેથી પેશાબ વાટે ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય. માનસિક તાણનો ભોગ ન બનશો.પૂરતા પ્રમાણમાં નિંદ્રા લેશો. સમતોલ આહાર લેવાથી પણ ફાયદો થશે. 

હું ૧૪ વરસની યુવતી છું. બજારમાં વિવિધ પ્રકારનાં શેમ્પૂ મળે છે. તેથી મારે ક્યું શેમ્પૂ વાપરવું તેની મૂંઝવણ થાય છે. મને યોગ્ય માર્ગદર્શન આપશો.

એક યુવતી (બિલિમોરા)

* બજારમાં વિવિધ પ્રકાર તથા વિવિધ બ્રાન્ડનાં શેમ્પૂ મળે છે તેથી ક્યા ખરીદવા તેમાં મુશ્કેલી થાય તે વાત તમારી સાચી છે. સામાન્ય રીતે શેમ્પૂની બનાવટ માટે વપરાંતા રસાયણો તો એક જ હોય છે. ફક્ત કંપનીનું નામ અલગ હોય છે. તમારા વાળ ના પ્રકાર પ્રમાણેનું વાળ પ્રમાણે શેમ્પૂ લેવું. તેમજ સારી કંપની હોવી જોઇેએ. હર્બલ શેમ્પૂ પણ વાપરવામાં સારું હોય છે.

- જયવિકા આશર

Related News

Icon