Bengaluru stampede case : કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA)ના સચિવ એ શંકર અને કોષાધ્યક્ષ ઈ જયરામે રાજીનામું આપી દીધું છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડના કેસમાં નૈતિક જવાબદારી લેતા બંનેએ રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, આ ભાગદોડમાં 11 લોકોના મોત નીપજ્યા હતા અને 50 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.

