
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નદી તથા કેનાલમાં યુવાનોના ડૂબવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે એવામાં રાજકોટમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. જેમાં રાજકોટમાં નદીમાં નહાવા માટે ઉતરેલા સગીર યુવકનું કરુણ મોત નિપજ્યું છે. રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાની ભાદર નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટની ભાદર નદીમાં એક 16 વર્ષીય યુવક નહાવા માટે ઉતર્યો હતો. જો કે, નદીમાં નહાવા પડેલા ધોરાજીના સલમાન બોદુભાઈ કાદરીનું કરુણ મોત નિપજ્યું છે. યુવકના ડૂબવાની માહ્તી મળતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં તરવૈયા અને ધોરાજી ફાયર વિભાગના કર્મચારી દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આખરે યુવકના મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.