Home / Gujarat / Rajkot : After Patan, Rajkot Collectorate also receives bomb threat

Rajkot News: પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ

Rajkot News: પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ

Rajkot News: રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી એરપોર્ટ, સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં ઈમેલ દ્વારા ધમકીઓ મળી રહી છે. ત્યારે પાટણ અને Rajkot Collectorate (રાજકોટમાં કલેક્ટર કચેરી) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બન્ને કલેક્ટર કચેરીઓના ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. સરકારી ઓફિસને બોમ્બની ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવી છે અને તપાસ હાથ ધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

200થી વધુ કર્મચારીઓને ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા

મળતી માહિતી અનુસાર, પાટણ કલેક્ટરના મેઇલ આઇડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાટણ કલેક્ટર ઓફિસમાં 3 વાગ્યે બોમ્બની ધમકી મળી હતી. જેને લઈને 200થી વધુ કર્મચારીઓને કલેક્ટર ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ધમકીને પગલે પોલીસનો કાફલો અને  બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી છે. સમગ્ર મામલે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે.

વડોદરામાં GIPCLને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે (10મી એપ્રિલ) વડોદરાની જીઆઈપીસીએલ કંપનીને એક ધમકી ભર્યો મેઈલ મળ્યો જેમા કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેઈલ મળતા કંપનીના અધિકારીઓએ પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા તાત્કાલીક તપાસ કરવામાં આવી હતી. આ મેઈલનું કનેક્શન શોધવા સાયબર સેલની પણ મદદ લેવામાં આવી છે. જો કે, ચેકિંગ કર્યા બાદ કંઈ શંકાસ્પદ હાથ ન લાગતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

Related News

Icon