
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) માં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક શાનદાર તક છે. કંપનીએ જુનિયર એક્ઝિક્યુટિવ અને એસોસિયેટ એક્ઝિક્યુટિવ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં ખાસ વાત એ છે કે વિવિધ ક્ષેત્રોમાંથી અભ્યાસ કરેલા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો BPCL bharatpetroleum.in ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખે 27 જૂન 2025 છે.
કોણ અરજી કરી શકે છે?
જુનિયર એક્ઝિક્યુટિવ (એન્જિનિયરિંગ): મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, ઈલેક્ટ્રોનિક્સ, સિવિલ અથવા કેમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
એસોસિયેટ એક્ઝિક્યુટિવ (એન્જિનિયરિંગ): B.Tech, BE અથવા BSc (એન્જિનિયરિંગ) કરતા યુવાનો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
જુનિયર એક્ઝિક્યુટિવ (એકાઉન્ટ્સ): ગ્રેજ્યુએશનની સાથે ઈન્ટર CA અથવા ઈન્ટર CMA જરૂરી છે.
એસોસિયેટ એક્ઝિક્યુટિવ (ક્વોલિટી એશ્યોરન્સ): MSc (કેમિસ્ટ્રી) માં ડિગ્રી હોવી આવશ્યક છે, તે પણ ઓર્ગેનિક, ઈનઓર્ગેનિક, ફિઝિકલ અથવા એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં જરૂરી છે.
સેક્રેટરી: 10મું અને 12મું પાસ કરવાની સાથે ગ્રેજ્યુએશન પણ જરૂરી છે.
વય મર્યાદા
આ જગ્યાઓ માટે લઘુત્તમ વય 30 વર્ષ અને મહત્તમ વય 35 વર્ષ છે. જોકે, સરકારી નિયમો મુજબ OBC, SC/ST ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.
કેટલો પગાર આપવામાં આવશે?
જુનિયર એક્ઝિક્યુટિવ માટે પગાર 30,000થી 1,20,000 રૂપિયા પ્રતિ માસ (વાર્ષિક પેકેજ આશરે 11.86 લાખ રૂપિયા)
એસોસિયેટ એક્ઝિક્યુટિવ માટે પગાર 40,000થી 1,40,000 રૂપિયા પ્રતિ માસ (વાર્ષિક પેકેજ આશરે 16.64 લાખ રૂપિયા)
પસંદગી કેવી રીતે થશે?
સૌ પ્રથમ, લાયકાત અને અનુભવના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ પછી, લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ કેસ-બેઝ્ડ ડિસ્કશન, ગ્રુપ ટાસ્ક અને ઇન્ટરવ્યુ દ્વારા અંતિમ પસંદગી કરવામાં આવશે.
અરજી ફી
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફી 1000 + 180 (જીએસટી) છે. જ્યારે SC, ST, PwBD કેટેગરીના ઉમેદવારો માટે કોઈ ફી નથી.
કેવી રીતે અરજી કરવી?
- સૌથી પહેલા BPCL વેબસાઈટ bharatpetroleum.in ની મુલાકાત લો.
- હોમપેજ પર આપેલ "BPCL ભરતી 2025" લિંક પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.