Home / Gujarat / Bhavnagar : 3 children drowned in a mud pit while playing

Bhavnagarમાં 3 બાળકો રમતા રમતા કાદવના ખાડામાં ડૂબ્યા, 2ના કરૂણ મોત; 1નો બચાવ

Bhavnagarમાં 3 બાળકો રમતા રમતા કાદવના ખાડામાં ડૂબ્યા, 2ના કરૂણ મોત; 1નો બચાવ

Bhavnagar News: ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે (26 જૂન) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેવામાં અનેક વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જ્યારે નદી-નાળા અને કેનાલો છલકાઈ છે, ત્યારે પાણીમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ભાવનગરના ઘોઘા વિસ્તારમાં રમત-રમતના ત્રણ બાળકો ઊંડા પાણીના ખાડામાં પડ્યા હતા. જેમાં બે બાળકોના કરૂણ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બે બાળકોનું પાણીના ખાડામાં પડવાથી મોત

ભાવનગર જિલ્લાના ઘોઘા શહેરમાં આજે સાંજે આડી સડક પાસે પાણીની ટાંકી નજીક રમી રહેલા ત્રણ બાળકોના પગ લપસી જતાં નજીકના પાણીના ખાડામાં પડી ગયા હતા. આ મામલે સ્થાનિકોને જાણ થતાં તાત્કાલિક બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં બે બાળકોના મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકનું રેસ્કયૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. પોલીસે મૃતક બાળકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક બાળકોના નામ

રોહિત નાનજીભાઈ પટેલિયા (ઉં.વ.5)

અમિત કિરણભાઈ પટેલિયા (ઉં.વ.7)

Related News

Icon