ભરૂચ જિલ્લાના વાલિયાથી અપહરણ થયેલ બાળકીને વાલિયા પોલીસે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાંથી આરોપીની ચુંગાલમાંથી છોડાવી હતી અને કાર કબ્જે કરી બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ ભાવનગર જિલ્લાના હાલ સુરતના કામરેજની લક્ષ્મી રેસીડેન્સીમાં રહેતા જગમલ વાતુકીયા ગત તારીખ 15 એપ્રિલના રોજ બપોરના અરસામાં વાલિયા ખાતે જીવા ભરવાડના ઘરે આવ્યા હતા અને જીવાભાઈની દીકરીની દીકરીનું કારમાં અપહરણ કરી ભાગી ગયો હતો.

