
Bhavnagar News: ભાવનગરમાં એસ ટી બસ ચાલક દ્વારા મહિલા સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. મહુવા ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર વિરુદ્ધ મહિલાની છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહુવા ડેપોમાં એસ.ટી. ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અબ્દુલરહેમાન ઉંમરભાઈ ભટ્ટી સામે મુસાફર મહિલાએ હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે.
૧૫ મેના રોજ જામનગરથી મહુવા જતી એક્સપ્રેસ બસમાં ડ્રાઈવિંગ દરમિયાન મહિલાને અંગત પ્રશ્નો પૂછ્યા, ના પાડવા છતાં પરાણે ચા પિવડાવી અને મોબાઈલ નંબર માંગ્યો. મહિલા તરફ અસલીલ ટિપ્પણીઓ કર્યા બાદ, વારંવાર કાચમાંથી જોઈને ઈશારાઓ પણ કર્યા હતા. અને મારી બસમાં આજે ચાંદ છે તેવી ટિપ્પણી કરી હતી, જેને લઈને મહિલાએ છેડતી કર્યાની ફરિયાદ મહુવ ડેપોમાં આપતા ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.