Bhavnagar News: ગુજરાતમાં વરસાદે કહેર મચાવ્યો છે. રાજ્યભરમાં ઠેક ઠેકાણે ભારે વરસાદના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ભાવનગરમાં એક મકાન અચાનક ધરાસાઈ થયું હતું. ઉપરકોટ વિસ્તારમાં બે માળનું જર્જરીત મકાન ધરાશાઈ બે લોકો ફસાયા હતા. જો કે, ફાયર ટીમ દ્વારા બંનેનું રેસ્ક્યુ કરાયું હતું.

