Home / Gujarat / Aravalli : KiranSinh Parmar, son of BJP MLA and minister Bhikhusinh Parmar, lost the sarpanch election

ભાજપ ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારની સરપંચની ચૂંટણીમાં હાર

ભાજપ ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારની સરપંચની ચૂંટણીમાં હાર

કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હવે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર છે. બુધવારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો મોડાસાના ભાજપ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમારની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર થઇ છે. મોડાસાના જીતપુર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર મંગળસિંહ જી પરમારની 598 મતે જીત થઇ છે. સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમાર સહિત વોર્ડ સભ્યની આખી પેનલ હારી હોવાની વિગત સામે આવી છે. છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં રાજ કરતા મંત્રી ભીખુસિંહ પરમારના પરિવારની આ વખતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

કિરણસિંહ પરમારને મળેલ મત - 751

વિજેતા ઉમેદવાર મંગળસિંહને મળેલ મત - 1374

અરવલ્લીમાં પણ ટાઈ પડી, ચિઠ્ઠી ઉછાળી જાહેર કર્યા સરપંચ 

અરવલ્લીના મેઘરજમાં આવેલી પટેલઢુંઢા પંચાયતના વોર્ડ-6ની મતગણતરી દરમિયાન ટાઈ પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં પણ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરાયા. વોર્ડ સભ્ય તરીકે રણજીત ડામોરને વિજેતા જાહેર કરાયા. અહીં લડનારા બંને ઉમેદવારોને 58-58 વોટ મળતાં ટાઈ પડી હતી. 

ડાંગના ગલકુંડમાં પિતાએ પુત્રને હરાવ્યો 

ડાંગના ગલકુંડ ગ્રામપંચાયતમાં પણ અનોખો કિસ્સો સામે આવ્યો. અહીં પુત્રને હરાવીને પિતા સુરેશ વાઘ હવે સરપંચ બની ગયા છે. પિતાએ 576 મતની લીડ સાથે પુત્રને પરાજિત કર્યો. ગલકુંડ આહવામાં આવેલ છે. 

1 મતથી જીતી બન્યા સરપંચ

મહેસાણામાં પણ પઢારિયા ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ સામે આવ્યા. અહીં રતનસિંહ ચાવડા સરપંચ પદના ઉમેદવાર હતા જેઓ ફક્ત એક વોટના અંતરથી વિજયથી થતા કૂતુહલ સર્જાયું હતું. 

અમદાવાદ જિલ્લામાં 15 પંચાયતો સમરસ 

અમદાવાદ જિલ્લામાં વિરમગામમાં જાદવપુરા, શિવપુરા, ચંદ્રનગર, ડુમાણા, કાળીયાણા, થોરીવડગાસ પંચાયત સમરસ થઈ છે.

Related News

Icon