
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવીજ એક દુર્ઘટના પાલીતાણાના ભીલવાડા પર સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે પાલીતાણાથી થોરાળી ગામ તરફ બાઈક પર સવાર ત્રણ યુવાનો જઈ રહ્યા હતા. તે દરિમયાન અકસ્માત સર્જાયો હતો.
ડમ્પરની પાછળ બાઈકની ટક્કર
ભીલવાડા વિસ્તાર નજીક રોડની સાઈડમાં પાર્ક કરેલા ડમ્પર પાછળ બાઈકની ધડાકાભેર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું,
એક યુવાનનું ઘટનાસ્થળ પર મોત તો બીજાનું સારવાર દરમિયાન મોત
તો બીજી તરફ સારવાર દરમિયાન અન્ય એક યુવાનનું મોત નિપજ્યું હતું. ત્રીજા યુવાનની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી હાલ ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં 2 યુવાનોના મોત નિપજ્યા છે.