Home / Gujarat / Kutch : Indian Army foils all 9 drone attacks by Pakistan

કચ્છ જિલ્લામાં પાકિસ્તાને કરેલા તમામ 9 ડ્રોન હુમલા ભારતીય સેનાએ કર્યા નિષ્ફળ

પશ્ચિમ કચ્છમાં ફરી એક વખત પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. પણ ભારતે તેનો જડબાતોડ જવાબ આપી દીધો છે. કચ્છમાં પાકિસ્તાનના વધુ બે ડ્રોન તોડી પાડવામાં ભારતીય સેનાને સફળતા મળી છે. અબડાસાના સાંઘી સિમેન્ટની નજીક ડ્રોન તોડી પડાયું હતું. ભારતીય સેનાએ ભુજ તાલુકાના નાગૌર ગામ પાસે પાકિસ્તાનનું ડ્રોન તોડી પાડ્યું હતું. આજના દિવસમાં જ ભારતીય સેનાએ કચ્છ જિલ્લામાં પાકિસ્તાનના કુલ 9 ડ્રોન તોડી પાડ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભુજ એરફોર્સ આસપાસના વિસ્તારમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. ભુજ એરફોર્સ આસપાસના વિસ્તારમાં સવારથી અત્યાર સુધી ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. એરફોર્સ પાસે ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના ભુજમાં દુકાનો બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ગુજરાતના ભૂજમાં દુકાનો બંધ રહી. શહેરમાં રહેતા સ્થળાંતરિત કામદારો તેમના વતન જવા રવાના થઈ ગયા છે. પ્રવાસી મજૂરો બિહાર અને યુપી જઈ રહ્યા છે.

પાકિસ્તાન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારમાં ડ્રોન હુમલાના પ્રયાસ થઇ રહ્યાં છે, જેને ભારતીય સુરક્ષાદળો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ફરી એક વખત શનિવારે 9 ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યો હતો.

Operation Sindoor બાદ પાકિસ્તાનની સરહદ નજીક આવેલા કચ્છમાં એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. કચ્છમાં પાકિસ્તાન સામે વધતા તણાવ વચ્ચે લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે અને કોઇ પણ અફવા પર ધ્યાન ના આપવા જણાવવામાં આવ્યું છે.

કચ્છમાં એડવાઇઝરી બહાર પાડવામાં આવી

કચ્છમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવાઇઝરી બહાર પાડતા કહેવામાં આવ્યું કે, "તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઇ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં."

કચ્છમાં હાઇએલર્ટ

પાકિસ્તાન સામે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ ત્રણ જિલ્લાના આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. સરહદી જિલ્લાના તમામ સ્ટાફને ક્વાર્ટર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. બ્લડ બેંકમાં લોહીની સુવિધા રાખવી, હોસ્પિટલોમાં બેડની સુવિધા તેમજ મેડિકલ ઇમરજન્સીની તૈયારીઓ રાખવા સૂચના આપી દેવામાં આવી છે.

Related News

Icon