
Ahmedabad Plane Crash: આજથી એક અઠવાડિયા અગાઉ એટલે કે, ગુરુવારે 12મી જૂન સમગ્ર દેશ માટે ગોઝારી સાબિત થઈ હતી. અમદાવાદથી લંડન સીધી નોન સ્ટોપ ફલાઈટ જ્યારે ટૅક્ ઑફના થોડીક સેકન્ડમાં ઉડતું મોત બનીને બી.જે.મેડિકલ કૉલેજના કેમ્પસમાં ધરાશાયી થાય છે ત્યારે વિમાનમાં સવાર તો મૃત્યુ પામે છે પરંતુ અગનગોળો બનેલું આ હતભાગી વિમાને હૉસ્ટેલની મૅસમાં પણ ભારે ખુવારી સર્જી હતી. આ હતભાગી વિમાન અકસ્માતમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું. તેઓ લંડન જઈ રહ્યા હતા.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025ના રોજ નિધન થયું હતું. તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો હતો. ત્યારે પ્લેન દુર્ઘટનામાં નિધન પામેલા અને ભાજપના સિનિયર નેતા તેમજ પૂર્વ સીએમ વિજય
રૂપાણીને શ્રદ્ધાંજલી પાઠવવા એક પ્રાર્થનાસભાનો પ્રોગ્રામ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબામાં રાખવામાં આવ્યો હતો. આ પ્રાર્થનાસભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા ઉપરાંત ગુજરાત અને રાષ્ટ્રીય નેતા તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને યાદ કર્યા હતા. તેમને જણાવ્યું કે, વિજયભાઈની ખોટ કદીએ ન પુરાય તેવી ખોટ છે, વિજયભાઈને એક જ શબ્દમાં કહેવું હોય તો સંગઠન સરકારના પ્રતિનિધિ એટલે વિજયભાઈ. રાજકીય સફર શરૂ કરી હતી અંતિમ ક્ષણ પંજાબમાં પ્રભારી તરીકે જવાબદારી નિભાવી હતી. ભાજપ હંમેશા તેમને યાદ રાખશે. વિજયભાઈ ના પરિવારજનોને તથા દુર્ઘટનામાં દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે. સીએમ ભૂપેન્દ્ર પટેલ બાદ રાષ્ટ્રીય નેતા અને પ્રદેશ ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલી અર્પી તેમને યાદ કર્યા હતા.